Ayurved: પેશાબની બળતરા દૂર કરવા માટે કરો આ ઉપાય
ગરમીના દિવસોમાં ઘણી વખત પેશાબ કરતી વખતે બળતરા થવાની તકલીફ થઈ જતી હોય છે. આ સિવાય ઘણી વખતે પેશાબ કરવા જઈએ તો થોડો પેશાબ જ ઉતરે છે. આ બધી જ સમસ્યા યુરીન ઈન્ફેકશનના કારણે હોય છે.
મોટાભાગે લોકો આ સમસ્યાને અવગણના કરે છે. જેના કારણે તે ગંભીર સમસ્યાનું સ્વરૂપ ધારણ કરે છે. પરંતુ જયારે આ તકલીયની શરૂઆત થાય ત્યારે જ જાે ઘરે કેટલાક ઈલાજ કરી લેવામાં આવે તો તકલીફથી મુકિત મળી શકે છે.
યુરીન ઈન્ફેકશનના લક્ષણ
જાે તમને સતત તાવ આવતો હોય અને ઠંડી લાગતી હોય. ભુખ ન લાગતી હોય અને કમરમાં દુખાવો થતો હતો. સાથે જ વારંવાર પેશાબ કરવા જવાની ઈચ્છા થતી હોય પણ પેશાબ આવતો ન હોય. નાભી નીચે પેટના ભાગમાં ભારે પણું લાગતું હોય.પેશાબનો રંગ ઘાટો થઈ જાય અને દુર્ગધ આવે તો સમજી લેવું કે તમને યુરીન ઈન્ફેકશન થયું છે.
યુરીન ઈન્ફેકશનનો ઘરગથ્થું ઈલાજ
જાે તમને યુરીન ઈન્ફેકશન થયું હોય તો પાંચથી સાત એલચી દાણાને બરાબર રીતે પીસી તેમાં અડધી ચમચી સુંઠ પાઉડર, સિંધવ મીઠુ અને દાડમનો રસ ઉમેરીને હુંફાળા ગરમ પાણી સાથે પી લેવું.
યુરીન ઈન્ફેકશન થયું હોય તો નાળીયેર પાણી પીવાથી પણ ફાયદો થાય છે. તેનાથી પેશાબમાં થતી બળતરાથી રાહત મળે છે. અને પેટમાં પણ ઠંડક રહે છે.
ભાત બનાવેલું ચોખાનું પાણી ફેકવું નહી. ચોખાનું આ પાણી યુરીન ઈન્ફેકશનની સમસ્યામાં રામબાણ ઈલાજ છે. યુરીન ઈન્ફેકશન થયું હોય તો અડધા ગ્લાસ ચોખાના પાણીમાં ખાંડ ઉમેરીને પીજવું તેનાથી યુરીન ઈન્ફેકશન મટે છે. જાે પેશાબ કરતી વખતે બળતરા વધારે પ્રમાણમાં થતી હોય તો એક મુઠ્ઠી ઘઉંમાં સાકર ઉમેરીને તેનું સેવન કરવું.