અધિકારીઓની વિલંબ નીતિ સામે તપાસ કરી ન્યાય આપવા અરવલ્લીના કલેકટર સમક્ષ રજૂઆત
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં સાકરીયા ગામે કલેકટર રાત્રી રોકાણનો કાર્યક્રમ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો.જેમાં સ્થાનોકો પોતાને સ્પર્શતા જાહેર હિતના કામો રજૂ કર્યા હતા .
જેમા સિંચાઇ, ખેતીવાડી, આરોગ્ય,પશુપાલન, પાણી પુરવઠા બોર્ડ એસ.ટીના પ્રશ્નો તાલુકા પંચાયત શિક્ષણના ઉત્તર ગુજરાત વિજ કંપની તેમજ અન્ય પ્રશ્નો રજુઆતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી.
આ સભામાં સાકરીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં ગેર કાયદેસર ચાલતા કેટલાક ઇંટોના ઇટવાડા અંગે ધારદાર રજુઆત કરાઈ હતી.લોકોની રજુઆત પ્રમાણે ગેર કાયદેસર ઇટવાડાઓના લીધે શ્વાસની બિમારી તેમજ ટી.બી.ના રોગોનું પ્રમાણ વધવા પામેલ છે.
તે પ્રકારની ગંભીર રજુઆત થતાં કલેકટર દ્વારા મોડાસા મામલતદારને જરૂરી સૂચના આપીને અમલાઇ રોડ ઉપર જુની ઓડના ગેરકાયદેસર ઇટવાડાના પંચનામું કરી એસ.ડીએમ.ને મોકલવા જણાવાતા આ અંગે મામલતદાર દ્વારા ગેરકાયદેસર ચાલતા અમલાઈ રોડ પરના ઈટવાડા ધારકો અને એનાથી થતા આરોગ્ય હાનિકારક બાબતોના જવાબો લઇને ,તપાસ પુરી કરીને તાત્કાલીક એસ.ડી.એમ કચેરીએ તા.૪/૨/૨૦૨૩ ના રોજ મોક્લી આપ્યા હતા.
આ અંગેની ત્વરિત નિકાલ માંગતી ફાઇલ એસ.ડી.એમ. કચેરીમાં સવા બે મહિનાથી દબાવી રાખવામાં આવતા સાકરીયા પુર્વ સરપંચે આ ફાઇલ અંગેની તપાસ કરતાં હજુ જૈસે થે અને નિકાલ વિના પડી રહેલી હતી જેથી નવનિયુક્ત જિલ્લા કલેકટર પ્રશસ્તી પરિક સમક્ષ ફાઇલ દબાવી રાખવા અંગેની ધારદાર રજુઆત કરતાં ઇન્ચાર્જ એસ.ડી.એમ ને તપાસ કરીને રીપોર્ટ કરવાનું જણાવાયું છે.
એસ.ડી.એમ કચેરીમાં એસ.ડી.એમ.ના પી.એ જૈમીનીભાઇ અને રોનકભાઇ પટેલ દ્વારા ખેડુતોની કામગીરી અંગેની ફાઇલો દબાવી રાખીને ભ્રષ્ટાચાર થતો હોવાથી ધારદાર રજુઆત સાકરીયાના પુર્વ સરપંચ બકોર પટેલ દ્વારા કરવામાં આવેલ છે.જે અંગે જિલ્લા કલેકટરે ઘટતું કરવાની હૈયા ધારણ પણ આપી છે.