Western Times News

Gujarati News

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો બેકાબુ : ટાઈફોઈડના કેસ બમણા થયા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઉનાળાની સિઝન શરૂ થતાંની સાથે જ શહેરમાં પાણીજન્ય રોગમાં ચિંતાજનક હદે વધારો થયો છે. શહેરમાં ઝાડા ઉલટી, કમળા અને ટાઈફોઇડના કેસ એક જ અઠવાડિયામાં બમણા થયા છે. જયારે કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.

કોરોનાના સેમ્પલ ટેસ્ટમાં પોઝિટિવિટી ઘટી છે. તેમ છતાં તંત્ર 24 કલાક સ્ટેન્ડ બાય ની સ્થિતિમાં છે .શહેરમાં વેકસીન ની અછત છે સરકાર તરફથી નવો પુરવઠો કયારે મળશે તે હજુ અનિશ્ચિત છે.16 એપ્રિલ સુધીના કેસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના 164 કેસ, કમળાના 40 કેસ, ટાઈફોઈડના 139 કેસ અને કોલેરાના 0 કેસ નોંધ્યા છે.

શહેરમાં ડેન્ગ્યુના કેસ હજુ પણ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત સાદા મેલેરિયાના 04 અને ડેન્ગ્યુના 13 કેસ નોંધાયા છે અને ઝેરી મેલેરિયાનો તેમજ ચિકનગુનિયાના એકપણ કેસ નોંધાયા નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં પાણીજન્ય રોગના વધારો થયો છે. એપ્રિલ મહિનાના પ્રથમ પખવાડિયા સુધીના કેસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના 164 કેસ, કમળાના 40 કેસ, ટાઈફોઈડના 139 કેસ અને કોલેરાના 0 કેસ નોંધ્યા છે.

શહેરમાં ડેન્ગ્યુના કેસ હજુ પણ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત સાદા મેલેરિયાના 04 અને ડેન્ગ્યુના 13 કેસ નોંધાયા છે અને ઝેરી મેલેરિયાનો તેમજ ચિકનગુનિયાના એકપણ કેસ નોંધાયા નથી. ઉનાળાની સિઝન શરૂ થતાંની સાથે જ ફૂડ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએથી બરફ ગોળાની લારીઓ, પાણીપુરી લારીઓ સેમ્પલ લઇ અને બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરવામાં આવે છે. જ્યારે જ્યાં પણ પ્રદૂષિત પાણીની ફરિયાદો મળે છે, ત્યાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ ની સંખ્યા લગભગ સ્થિર છે.અમદાવાદમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નવરંગપુરા, પાલડી, બોડકદેવ, થલતેજ, જોધપુર, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાંથી કોરોનાના કેસ બહાર આવી રહ્યા છે. અમદાવાદમાં હાલમાં 880 જેટલા એક્ટિવ કેસો નોંધાયા છે.

હોસ્પિટલમાં માત્ર 30 જેટલા દર્દીઓ હાલ દાખલ છે. કોરોનાની વેકસીન કોવિશિલ્ડ અને કોવેક્સિન હાલમાં ઉપલબ્ધ નથી.સરકાર તરફથી કોરબીવેક્સ નામની વેક્સિન આપવામાં આવશે. સરકાર ઘ્વારા કયારે વેકસીન આપવામાં આવશે તે અનિશ્ચિત છે. કોરોનાના કેસોની પોઝિટિવિટી માત્ર 8થી 9 ટકા જેટલી જ છે.

દૈનિક 1000થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદની એસવીપી અને એલ.જી. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવારની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ છે. અમદાવાદ કોર્પોરેશનના તમામ PHC અને CHC કેન્દ્ર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. જે પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાય તો ઘરે સંજીવની રથ મારફતે સારવાર કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.