Western Times News

Gujarati News

આધાર પુરાવા તથા સોફટવેરમાં એન્ટ્રી કર્યા વગર રૂમ આપતા હોટલના સંચાલકો સામે ગુનો નોંધાયો

પ્રતિકાત્મક

સોમનાથની ત્રણ હોટલના સંચાલકો સામે ગુનો નોંધાયા

વેરાવળ, સોમનાથ વિસ્તારમાં આવેલી ત્રણ હોટલના સંચાલકો સામે આધાર પુરાવા મેળવી અને પથિક સોફટવેર માં એન્ટ્રી કરીને ઉતારૂઓને રૂમ આપવા અંગેના જાહેરનામાનો ભંગ કરવા સહિતના આરોપસરનો ગુનો નોંધીનેેે અટકાયત કરવામાં આવી હતી. A crime has been registered against hotel managers for giving rooms without Aadhaar proof and entry in the software

સોમનાથ મંદિર વિસ્તારમાં આવેલી હોટલો, ગેસ્ટહાઉસોમાં એસઓજી અને એલસીબીની ટીમે ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં સોમનાથ, મંદિરની બાજુમાં આવેેલ શ્રી રાધેમા રહેવા માટે આવતા વ્યક્તિઓના કોઈપણ જાતના આધાર પુરાવાઓ તેમજ રજીસ્ટરમાં એન્ટ્રી કર્યા વગર જ રૂમ રહેવા માટે આપી દેવાતી હતી. જેથી હોટલના સંચાલક વાસુદેવ કુંદનલાલ કુક્કડની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ઉપરાંત પથિક સોફટવેરમાં ઉતારૂઓની ઓનલાઈન એન્ટ્રી નહીં કરતા હોટલ સંચાલકો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં એસઓજીના પીઆઈ એ.બી. જાડેજાએ ટીમ સાથે કરેલ તપાસમાં સોમનાથ બાયપાસ પાસે આવેલ સન પ્લાઝા હોટલ તથા હોટલ કૃતિમાં રહેવા માટે

આવતા વ્યક્તિઓની  પથિક સોફટવેરમાં એેન્ટ્રીઓ કર્યા વગર રૂમ રહેવા માટે આપેલ હોવાનું સામે આવ્યુ હતુ. બંન્નેેે હોટલના સંચાલકો અને અયાન સતારભાઈ કાદરી તથા રામસિંગ જીવાભાઈ કાછલાની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.