કીડની હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ શરુ થાય તે માટે નડિયાદના ધારાસભ્યની લેખીત રજૂઆત
(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ દંડક પંકજ દેસાઈએ નડિયાદ સહિત જિલ્લા વાસીઓ અને જરૂરિયાતમંદો માટે સ્વાસ્થ્યની સેવામાં આગળ આવ્યા છે. શહેરની કીડની હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ શરુ થાય તે માટે ધારાસભ્ય પંકજ દેસાઈએ લેખીતમાં હોસ્પિટલના મેનેજમેન્ટને રજૂઆત કરી છે.
ધારાસભ્યએ કરેલ રજૂઆતમાં જણાવાયું છે કે, કેન્દ્રસરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સારી હોસ્પિટલમાં યોગ્ય તબીબી સારવાર મળી રહે તે માટે PMJAY પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મા અમલમાં મૂકીને ગરીબ દર્દીઓને વાર્ષિક રૂપિયા ૧૦ લાખની સારવાર માટે આર્થિક સહાયની યોજનાનો લાભ આપવામાં આવે છે.
રાજ્યની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં આ દર્દીઓ ઉક્ત યોજનાનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. મારા ધ્યાન પર આવેલ છે કે, નડિયાદની મુળજીભાઈ યુરોલોજીકલ હોસ્પિટલમાં કીડની સંબંધીના ગરીબ દર્દીઓ માટે PMJAY યોજના અંતર્ગત લાભો મળે તેવી હાલમાં વ્યવસ્થા નથી.
મારા જાણવા મુજબ મુળજીભાઈ યુરોલોજીકલ હોસ્પિટલ તરફથી ખાનગી હોસ્પિટલોની યાદીમાં સમાવેશ કરવા માટે રાજ્ય સરકારને અરજી કરેલ નથી.આ સંબંધમાં જણાવવાનું કે ગરીબ દર્દીઓને આર્થિક સહાય માટે સરકારી યોજના અમલમાં છે ત્યારે નડિયાદની આ મુળજીભાઈ યુરોલોજીકલ હોસ્પિટલમાં આવતા ગરીબ અને જરૂરિયાતમ દર્દીઓને પણ તેનો લાભ મળે તે હેતુને ધ્યાને
લઈ દર્દીઓ પ્રત્યે હમદર્દી દાખવીને આ હોસ્પિટલનો ઁસ્ત્નછરૂ માટે સરકારની ખાનગી હોસ્પિટલની યાદીમાં સમાવેશ થાય તે માટે વહેલી તકે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં અરજી કરીને જરૂરિયાતમંદ દર્દીઓને તેનો લાભ આપવા વિનંતી છે.