Western Times News

Gujarati News

માટી પુરાણ માટે 30 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર ઝડપાયા

પ્રતિકાત્મક

મોકણ ગામના પૂર્વ ડે.સરપંચ પાસેથી રૂા.પચાસ હજારની માંગણી કરી હતી

વડોદરા, વડોદરા જીલ્લાના કરજણ સેવાસદનમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર રાજુ પટેલ રૂપિયા ત્રીસ હજારની લાંચ લેતા લાંચ ઋશ્વત વિરોધી વિભાગના અધિકારીઓના હાથે ઝડપાઈ ગયા છે.

ગામમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત માટી પુરાણના કામ માટેની પરવાનગી માટેે નાયબ મામલતદાર માંકણ ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ પાસેથી પચાસ હજારની લાંચની માંગણી કરી હતી. જેમાં રકઝકના અંતેે રૂા.ત્રીસ હજારમાં સોદો નક્કી થયો હતો. જે સ્વીકારતા ઝડપાઈ ગયા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર વડોદરા જીલ્લાના કરજણ તાલુકાનમા આવેલા માંકણ ગામના ગ્રામ પંચાયતમાં સર્વે નં.૬૦૮ વાળા તળાવમાંથી સરકાર તરફથી સુજલામ સુફલા યોજના અંતર્ગત ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ દ્વરા તેમના સર્વે નં.૧૧૭માં માટીપુરાણના કામ પંચાયતમાં અરજી કરી હતી. તેની નકલ મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરી કરજણ તથા તાલુકા વિકાસ અધિકારી કરજણનાઓને અરજી કરી હતી.

આ અરજીના કામે ગ્રામ પંચાયતેે કચેરીએ ઠરાવ કરી આપ્યો હતો. ત્યારબાદ મામલતદાર કચેરી દ્વારા ફરીયાદીને ેેે સ્થળ પર બોલાવીનેેેે પંકકલ્યાસ કરવામાં આવ્યો હતો. બાદમાં મામલતદાર કચેરી ખાતેથી ફોન કરીનેેેેેેે ફરીયાદી એવા માકણ ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચને ઓફિસે બોલાવીનેેે નાયબ મામલતદાર રાજુભાઈ દ્વારા જણાવ્યુ હતુ કે પંકલ્યાસ થશઈ ગયેલ છે.

અમારા વ્યવહારનું શું? એમ કહીનેેે રૂો.પ૦,૦૦૦ની માંગણી કરી હતી. જેે રકઝકના અંતે રૂા.૩૦,૦૦૦ નક્કી કરાયા હતા.
લાંચની આ રકમ રૂા.૩૦,૦૦૦ ફરીયાદી રાજેશકુમાર મહેન્દ્રભાઈ પટેેલ, નાયબ મામલતદાર(વહીવટ) વર્ગ-૩, મામલતદાર કચેરી, કરજણ, (હાલ રહે.એ/ર, સંસ્કૃતિ દર્શન સોસાયટી, માણેજા, મકરપુરા, વડોદરા)નેેે આપવા માંગતા નહોતા.

જેથી ફરીયાદીએ એસીબી પાલીસ સ્ટેશન ભરૂચ ખાતે ફરીયાદ કરી હતી. જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આરોપીએ ફરીયાદી પાસેથી આજરોજ રૂા.૩૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. તે સ્વીકારતા પકડાઈ ગયા હતા. લાંચ ઋશ્વત વિરોધ વિભાગમાં આ મામલે રાજેશકુમાર પટેલની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.