એકતાનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તમિલ બાંધવો મન મુકીને ઝૂમી ઉઠ્યા
(માહિતી) રાજપીપલા, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “એક ભારત, શ્રેષ્ઠ ભારત” મંત્રને ચરિતાર્થ કરી રહેલા સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે
સૌરાટ્રીયન તમિલ મહેમાનોએ પધારીને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ૧૮૨ મીટર ઊંચી વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાનના સાનિધ્યમાં પધારીને ધન્યતા અનુભવી સરદાર સાાહેબની ભવ્યતાના દર્શન કર્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અનેકવિધ પ્રોજેક્ટ્સની મુલાકાત લીધા બાદ તમિલ બાંધવોને તમિલ અને ગુજરાતના ભવ્યાતિભવ્ય વારસાને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ રાત્રે ટેન્ટસિટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર તમિલ સંગમ એક ઉત્સવનો અને પરંપરાનો સમન્વય છે.
The evening of Day 5 of Saurashtra Tamil Sangamam was filled with spiritual vibes as devotees gathered to witness the Narmada Aarti and worshipped the Narmada Maa at Statue of Unity. #gujarattourism #Gujarat #incredibleindia #exploregujarat #dekhoapnadesh #STSangamam #tamil pic.twitter.com/z3xhEiZRMw
— Gujarat Tourism (@GujaratTourism) April 22, 2023
જેમાં ગુજરાતના વિશ્વવિખ્યાત ગરબા (વણઝારી), તમિલ કલાકારો દ્વારા લોકપરંપરાગત વાદ્યો દ્વારા “તપટ્ટમ”, કરાગત્તમ, નર્મદા નાટકમ પર કથ્થક સહિત પ્રાદેશિક ભાષાઓમાં બંને રાજ્યોની કળા અને સંસ્કૃતિ ઉજાગર થઈ હતી. સંસ્કૃતિ કાર્યક્રમમાં તમિલ બાંધવો ગરબાના તાલે ઝુમ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વના કારણે ગુજરાત-સૌરાષ્ટ્રની ભૂમિ જેમની ઓળખ હતી. તે બાંધવો તમિલમાં જઈને વસ્યા અને સૌરાષ્ટ્રિયન તમિલ તરીકે ઓળખાયા. બાંધવોએ ફરી વાર આ ભૂમિના દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી અને તેના માટે સેતુ રૂપ બનવા બદલ તેઓએ ગુજરાત સરકાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને જિલ્લા વહિવટીતંત્રનો આભાર માન્યો હતો.
તા.૨૧ એપ્રિલ, શુક્રવારના રોજ સવારે તમિલ બાંધવોની પ્રથમ ૩૦૦ લોકોની બેચ તેમનો ગુજરાતનો પ્રવાસ પૂર્ણ કરી વતન તમિલનાડુ જવા માટે એકતાનગર કેવડિયા ખાતેથી વડોદરા તરફ જવા બસ મારફતે રવાના થયા હતા. એકતા નગર ખાતેથી વિદાય લેતાં તમિલ બાંધવો અત્યંત ભાવવિભોર બન્યા હતા અને ફરી ફરી ગુજરાત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.