મ્યુનિ.કોર્પો.ની સામાન્ય સભામાં કોંગ્રેસ સામે કમિશ્નર ફસાયા
જનમાર્ગ માટે કોંગ્રેસે કરોડો રૂપિયાની ગ્રાંટ આપી છેઃ અમિત શાહ (પૂર્વ મેયર) : કોંગ્રેસની ગ્રાંટ
|
(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસ વિભાગના સંયુક્ત સાહસ ‘જેટ’ને કયા નિયમ મુજબ શરૂ કરવામાં આવી છે તથા દંડની રકમ કયા નિયમોના આધારે નકકી કરવામાં આવી છે તેના જવાબ મ્યુનિસિપલ કમિશ્નર છેલ્લા ત્રણ માસથી શોધી રહ્યા છે અથવા તો છુપાઈ રહ્યા છે એવા સીધા આક્ષેપ કોંગ્રેસે પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે એવો સીધો આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જ્યારે જનમાર્ગ માટે કોંગ્રેસે ગ્રાંટ આપી હોવાની કબુલાત ભાજપાએ કરી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનની બુધવારે મળેલી માસિક સામાન્ય સભામાં વિપક્ષી નેતા દિનેશ શર્માએ વધુ એક વખત કમિશ્નર પર સકંજા કસ્યો હતો. દિનેશ શર્માએ આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે મ્યુનિસિપલ કમિશ્નર સત્ય હકીકત છુપાવીને ૧૯ર કોર્પોરેટરો અને ૬પ લાખ નાગરીકોને ગેરમાગે દોરી રહ્યા છે. મ્યુનિસિપલ બોર્ડમાં ચાર મહિના અગાઉ થયેલ ચર્ચા મુજબ કેટલાંક પ્રશ્નો લેખિતમાં પૂછ્યા હતા. જેના જવાબ આપવામાં આવ્યા નથી.
જલપહાર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટ્રાયલ રનનો રીપોર્ટ આપવામાં આવ્યો નથી. એવી જ રીતે તમામ સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના રીપોર્ટ માંગવામાં આવ્યા હતા ત્યારે કોર્પોરેશનની લેબોરેટરીના બદલે જીપીસીબીનો રીપોર્ટ આપવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશ્નર અને સીટી ઈજનેર સંયેક્ત રીતે અન્ય હકીકત છુપાવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નરે વળતો જવાબ આપતા જણાવ્યુ હતુ કે પાણીના લેબોરેટરી રીપોર્ટ દર ત્રણ મહિને પ્રસિધ્ધ કરવામાં આવે છે. તથા વિપક્ષી નેતાએ ૧૦૦ કરતા પણ વધુ પ્રશ્નો પૂછ્યા હોવાથી જવાબ આપવામાં સમય લાગી શકે છે.
મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કરવામાં આવેલા લૂલા બચાવ બાદ વિપક્ષી નેતા વધુ આક્રમક બન્યા હતા. અને તેમણે માત્ર ર૦ પ્રશ્નો જ પૂછ્યા છે. અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલા તમામ સવાલોના જવાબની મ્યુનિસિપલ બોર્ડમાં ચર્ચા કરવા કમિશ્નરને ખુલ્લો પડકાર આપ્યો હતો. મ્યુનિસિપલ ઈજનેર ખાતા દ્વારા માત્ર પાણી સેમ્પલના રીપોર્ટ જ પ્રસિધ્ધ કરવામાં આવે છે. જ્યારે સુઅરેજ પ્લાન્ટના રીપોર્ટ છુપાવવામાં આવી રહ્યા છે. કમાન્ડ કન્ટ્રાલ સેન્ટરમાં પણ એસટીપીના રીપોર્ટ આવતા નથી. તથા એસટીપી રીપોર્ટની સિસ્ટમ માટે ચેતાસ કંપનીને રૂ.ર૪ કરોડ ચુકવવામાં આવ્યા છે તે એળે ગયા છે.
કોર્પોરેશન અને પોલીસ ખાતાની ‘જેટ’ ટીમ માટે દંડની રકમ કયા નિયમ મુજબ નક્કી કરવામાં આવી છે તેના જવાબ છેલ્લા ત્રણ મહિનાથી આપવામાં આવ્યો નથી. મ્યુનિસિપલ કમિશ્નર મનસ્વી રીતે નાગરીકો પાસેથી દંડ વસુલી રહ્યા છે. જનમાર્ગમાં અકસ્માત થયા બાદ કોરીડોરમાં વાહન ચલાવનાર પાસેથી દંડ પેટે મોટી રકમ વસુલ કરવા જાહેરાત કરવામાં આવી છે. પરંતુ કોરીડોરની આસપાસ થતા દબાણ દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવતા નથી. જનમાર્ગના કારણે ટ્રાફિક જામની પરિÂસ્થતિ સર્જાતી હોવાથી જ નાગરીકો કોરીડોરમાં વાહન લઈ જવા મજબુર બની રહ્યા છે.
સ્માર્ટસીટી તથા જનમાર્ગ અંતર્ગત સીસીટીવી લગાવવામાં આવ્યા હોવા છતાં પાંજરાપોળ અકસ્માતના ફૂટેજ મળ્યા નથી. તેને પણ શંકાસ્પદ બાબત માની શકાય તેમ છે. પા‹કગ સમસ્યાના ઉકેલ માટે ‘ઓન રોડ’ પા‹કગની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ અંતે તો નાગરીકો પર જ ભારણ આવી રહ્યુ છે. મ્યુનિસિપલ કમિશ્નર પણ અગમચેતીના પગલા લેવામાં માનતા હોય તેમ લાગી રહ્યુ નથી. સુરતમાં પણ આગ લાગે ત્યારે અમદાવાદના ટ્યુશન ક્લાસીસો પર તવાઈ આવે છે તેમજ કોન્ટ્રાક્ટરોના ડ્રાઈવરો ભૂલ કરે ત્યારે પણ નાગરીકો પાસેથી જ દંડ લેવામાં આવી રહ્યો છે.
જનમાર્ગને ૧૧ વર્ષ થયા છતાં એક પણ વખત શાસક પક્ષ દ્વારા કોરીડોર કે રોડની સ્થળ તપાસ કરવામાં આવી નથી. કોરીડોરની રેલિંગો અનેક ઠેકાણેથી તુટી ગઈ છે રોડ પર ગાબડા પડી ગયા છે તથા રૂ.એક કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બસ શેલ્ટર્સની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ છે. જનમાર્ગના કારણે ટ્રાફિક ભારણ અને અકસ્માતો વધી રહ્યા છે
એવા આક્ષેપના જવાબમાં ભાજપ પક્ષના નેતા અને પૂર્વ મેયર અમિતભાઈ શાહે જવાબ આપતા જણાવ્યુ હતુ કે ‘જનમાર્ગ માટે કોંગ્રેસે જ રૂપિયા આપ્યા છે’ પૂર્વ વિપક્ષી નેતા બદરૂદ્દીન શેખે આ મુદ્દે જણાવ્યુ હતુ કે કોંગ્રેસ પક્ષે નાગરીકોની સુખાકારી માટે કરોડો રૂપિયા આપ્યા હતા. પરંતુ તમારી અણઆવડત ના કારણે કરોડો રૂપિયા એળે ગયા છે. તેમ છતાં ભાજપાએ પ્રથમ વખત કોંગ્રેસે રૂપિયા આપ્યા હોવાની કબુલાત કરી છે તે આવકાર્ય છે.
મ્યુનિસિપલ કમિશ્નર છેલ્લા એક વર્ષમાં અકસ્માત ઘટ્યા હોવાના પોકળ દાવા કરે છે પરંતુ વાસ્તવિક્તા એ છે કે ર૦૧૯માં ત્રણ ગણા અકસ્માત થયા છે. મ્યુનિસિપલ કમિશ્નર જનમાર્ગમાં માત્ર ત્રણ ટકા જ અકસ્માતના દાવા કરી રહ્યુ છે જ્યારે માત્ર બે ટકા નાગરીકો જનમાર્ગનો ઉપયોગ કરતાં હોય ત્યારે ત્રણ ટકા અકસ્માત ઘણા જ વધારે કહેવાય એમ તેમણે બોર્ડ પૂર્ણ થયા બાદ જણાવ્યુ હતુ.