Western Times News

Gujarati News

મોટાભાગના શહેરોમાં 26-27 એ માવઠાની શક્યતા

weather forecast

દેશના આઠ રાજ્યોમાં કરા સાથે વરસાદ, રાજ્યમાં ૨૬-૨૭એ માવઠાની શક્યતા

ભર ઊનાળે દેશમાં માવઠાની આગાહી

૩થી ૪ દિવસમાં તાપમાનમાં ૩ ડિગ્રી સુધી વધારો થઈ શકે મોટાભાગના શહેરોમાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર પહોંચશે

અમદાવાદ, ગુજરાતમાં ભર ઉનાળામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ૨૬ અને ૨૭ એપ્રિલે માવઠુ થવાની શક્યતા છે. ઉત્તર-પશ્ચિમ તરફથી તરફથી ફૂંકાઈ રહેલા પવનથી રાજ્યમાં હીટવેવ વધવાની પણ શક્યતાઓ છે. આગામી બે દિવસના હિટવેવ બાદ ૨૬ અને ૨૭ એપ્રિલે રાજ્યમાં કેટલાક જિલ્લામાં માવઠુ થઈ શકે છે. આગામી ૩થી ૪ દિવસમાં તાપમાનમાં ૩ ડિગ્રી સુધી વધારો થવાની પણ શક્યતા છે. weather update

બીજી તરફ દેશના આઠ રાજ્યોમાં કરા સાથે કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના શહેરોમાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર પહોંચી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી ૨૬ અને ૨૭ એપ્રિલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠુ થવાની શક્યતાઓ છે. માવઠાને કારણે જાંબુ અને કેરી સહિતના પાકને નુકસાન થયું છે. જાંબુની ગુણવત્તા બગડતાં જ તેના ભાવમાં પણ ભારે ઘટાડો થયો છે. જાંબુના ઓછા ભાવ મળતાં ખેડૂતો પણ પરેશાન થયાં છે. ઉનાળુ પાકમાં પણ ખેડૂતોને નુકશાન ભોગાવવાનો વારો આવ્યો છે.

આગામી દિવસોમાં પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ગાજવીજ, વીજળી અને વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે આગામી ૪ દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ, તેલંગાણા, આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં વરસાદની સંભાવના છે. ૨૪ એપ્રિલે કેરળ અને માહેમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

આગામી ૫ દિવસ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આઈએમડીઅનુસાર અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહે સિવાય દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં ઓછું રહ્યું હતું. આ સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૨-૩ ડિગ્રી સેલ્સિયસ વધારે છે.

જાે કે છેલ્લા એક દિવસમાં દેશમાં ક્યાંય પણ હીટ વેવની સ્થિતિ જાેવા મળી નથી. આઈએમડીએ કહ્યું કે, આગામી ૫ દિવસ દરમિયાન ભારતના મોટાભાગના વિસ્તારોમાં હીટ વેવની કોઈ શક્યતા નથી. છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક ભાગોમાં આંધી-તોફાન અને વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી છે.

આઈએમડીએ ૨૫ એપ્રિલ સુધી ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની આગાહી કરી છે. ૨૪ એપ્રિલે ઓડિશા, બિહાર અને છત્તીસગઢમાં ઘણી જગ્યાએ કરા પડવાની સંભાવના છે. જ્યારે ૨૪ અને ૨૫ એપ્રિલ દરમિયાન વિદર્ભમાં કેટલીક જગ્યાએ કરા પડવાની શક્યતા છે. દક્ષિણ ભારતમાં ૨૪ એપ્રિલે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને તેલંગાણામાં ઘણા સ્થળોએ કરા પડવાની સંભાવના છે. આઈએમડીએ ૨૬ થી ૨૭ એપ્રિલ દરમિયાન મરાઠવાડામાં વિવિધ સ્થળોએ કરા પડવાની આગાહી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.