Western Times News

Gujarati News

જસ્ટડાયલ મહારાષ્ટ્રના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને હસ્તકલા કારીગરોને ડિજિટાઇઝ કરશે

જસ્ટડાયલ એસએસઆઇને તેમની ડિજિટલ ઉપસ્થિતિ સુધારવામાં અને વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરશે-યોગ્યતા ધરાવતી એસએસઆઇ જેડી માર્ટ અને જેડી જે સહિતના જસ્ટડાયલના વિવિધ પ્લેટફોર્મની એક્સેસ મેળવશે

મુંબઈ, ભારતના પ્રથમક્રમના હાઇપરલોકલ સર્ચ એન્જિન જસ્ટડાયલે મહારાષ્ટ્ર રાજ્ય સરકારના નેજા હેઠળ મહારાષ્ટ્ર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (એમએસએસઆઇડીસી) સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય એમએસએસઆઇડીસી હેઠળ રજીસ્ટર્ડ બિઝનેસને ડિજિટલ ઉપસ્થિતિ પ્રદાન કરવાનો છે,

જેમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ (એસએસઆઇ) અને હસ્તકલા કારીગરો સામેલ છે. જસ્ટડાયલ આ બિઝનેસિસને માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં ઓનલાઇન ઉપસ્થિતિ અને એક્સપોઝર માટે સક્ષમ કરશે, જેનાથી વધુ સર્વગ્રાહી અને ટકાઉ બિઝનેસ ઇકોસિસ્ટમની રચના થશે.

આ ભાગીદારી કરારના ભાગરૂપે એમએસએસઆઇડીસી-એક્રિડેટેડ બિઝેસ વેરિફાઇડ ટેગ મેળવશે તથા જસ્ટડાયલના પ્લેટફોર્મ ઉપર તેમના લાયસન્સ પ્રદર્શિત થશે, જેનાથી તેમની વિશ્વસનીયતા અને દ્રશ્યતામાં વધારો થશે. તેનાથી આ બિઝનેસિસને સંભવિત ગ્રાહકો અને રોકાણકારો સહિત ગ્રાહકોના વિશાળ આધાર સુધી પહોંચવામાં મદદ મળશે તથા તેઓ નવા માર્કેટ્સની તકો મેળવવા સક્ષમ બનશે.

આ સહયોગ વિશે જસ્ટડાયલના વાઇસ પ્રેસિડેન્ટ શ્વેતાંક દીક્ષિતે ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “જસ્ટડાયલે સમગ્ર ભારતમાં એસએસઆઇને સક્ષમ કરવા સતત પ્રયત્નશીલ રહ્યું છે. આ સહયોગ દ્વારા અમે એમએસએસઆઇડીસી સાથે મળીને વિકાસશીલ બિઝનેસ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન અને બળ આપવાના લક્ષ્યને સપોર્ટ કરતાં અમારા મીશનને વધુ મજબૂતાઇ પ્રદાન કરીશું.

અમારો ઉદ્દેશ્ય એમએસએસઆઇડીસી-સર્ટિફાઇડ એકમોને તેમની ડિજિટલ ઉપસ્થિતિ સ્થાપિત કરવામાં મદદરૂપ બનવાનો છે, જેથી તેઓ તેમની કામગીરીનું વિસ્તરણ કરવા તથા વધુ ગ્રાહકો સુધી પહોંચ વિસ્તારવા માટે સક્ષમ બને.”

ભારતના અગ્રણી કોર્પોરેશન મહારાષ્ટ્ર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન સ્મોલ-સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના વિસ્તરણ અને વિવિધ જરૂરિયાતોને સતત પ્રતિસાદ આપી રહ્યું છે. તે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને કારીગરોને માર્કેટ લિંકેજિસ જેવી સેવા પ્રદાન કરે છે તેમજ હસ્તકલા કારીગરોને કૌશલ્ય વિકાસ તાલીમ આપે છે.

આ ભાગીદારી વિશે પ્રતિક્રિયા આપતાં મહારાષ્ટ્ર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર રાજેન્દ્ર નિમ્બાલકરે કહ્યું હતું કે, “એમએસએસઆઇડીસી હેઠળ રજીસ્ટર્ડ એસએસઆઇ અને હસ્તકલા કારીગરોની ડિજિટલ ઉપસ્થિતિમાં વધારો કરવા જસ્ટડાયલ સાથે ભાગીદારી કરતાં અમે ખુશી અનુભવીએ છીએ. આ સહોયગ બિઝનેસિસને તેમની ઓનલાઇન પપહોંચ વધારવામાં તથા એકંદર વૃદ્ધિની સંભાવનાઓમાં વધારો કરવા માટે સક્ષમ કરશે.”

માર્કેટમાં જસ્ટડાયલની ગાઢ પહોંચ પણ યોગ્યતા ધરાવતી એસએસઆઇને ભારતના સૌથી ઝડપી વૃદ્ધિ સાધતા પ્લેટફોર્મ જેડી માર્ટની એક્સેસ પ્રદાન કરશે.

જસ્ટડાયલ અને એમએસએસઆઇડીસી વચ્ચેની ભાગીદારી અપૂરતી માહિતીના પડકારને સંબોધશે તથા યોગ્યતા ધરાવતી એસએસઆઇ અને હસ્તકલા કારીગરોને સમગ્ર ભારતના માર્કેટ્સની એક્સેસ પણ પ્રદાન કરશે, જેનાથી તેમને વિસ્તરણ અને ટકાઉ વૃદ્ધિમાં મદદ મળી રહેશે. જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારો કરવાનો, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો તથા ટકાઉ બિઝનેસ ઇકોસિસ્ટમની રચના કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.