Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ‘સ્વાગત’ કાર્યક્ર્મ યોજાયો

જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ દવેની અધ્યક્ષતામાં બાવળા તાલુકાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો-બાવળા તાલુકામાં તાલુકા સ્વાગતના ૧૩ પ્રશ્નોની ચર્ચા કરી હકારાત્મક અભિગમ સાથે સમસ્યાનો નિકાલ કરાયો

વર્તમાન વડાપ્રધાનશ્રી તથા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં નાગરિકોના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે વર્ષ 2003થી શરૂ કરવામાં આવેલ સ્વાગત કાર્યક્રમને એપ્રિલ 2023માં વીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે

ત્યારે રાજ્ય સરકારના આ 20 વર્ષના સુશાસનની ઉજવણી અન્વયે સમગ્ર રાજ્યમાં ‘સ્વાગત સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકામાં ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાઈ રહ્યા છે.

અમદાવાદ જિલ્લા પંચાયત તથા બાવળા તાલુકા પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ દવેની અધ્યક્ષતામાં બાવળા તાલુકાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ ૧૩ જેટલા અરજદારોના પ્રશ્નોને સાંભળીને તે પ્રશ્નોના સકારાત્મક ઉકેલ માટેના પ્રયાસો હાથ ધરાયા હતા.

તમામ અરજદારોની સમસ્યાને ધીરજપૂર્વક સાંભળવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કાર્યક્રમમાં હાજર વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચન તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બાવળા તાલુકાના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તાલુકા સ્વાગતના ૧૩ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો.

આ સ્વાગત કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી રોનકભાઈ પટેલ, સીએલ સુતરીયા, મામલતદાર શ્રી બાવળા, એસ આર પટેલ ચીફ ઓફિસર, બાવળા નગરપાલિકા, રીટાબેન ભરવાડ નાકાઈશ્રી યુજીવીસીએલ તેમજ સિંચાઈ વિભાગ, પુરવઠા વિભાગ, એસ ટી વિભાગ સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહીને અરજદારોના પ્રશ્નોના ઉકેલ માટે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.