ધોલેરા ગ્રામ સ્વાગતના ૧૦૦ તથા તાલુકા સ્વાગતના ૧૩ એમ કુલ ૧૧૩ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો
અમદાવાદ જિલ્લામાં ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી -તાલુકા સ્વાગત કાર્યક્રમ – ધોલેરા-ગ્રામ વિકાસ એજન્સી, અમદાવાદના નિયામકશ્રી એ.એમ.દેસાઈની અધ્યક્ષતામાં ધોલેરા તાલુકાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો
રાજ્ય સરકારના 20 વર્ષના સુશાસનની ઉજવણી સંદર્ભે સમગ્ર રાજ્યમાં ‘સ્વાગત સપ્તાહ’નું આયોજન કરાયું છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પણ વિવિધ તાલુકામાં ‘સ્વાગત કાર્યક્રમ’ ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે આજે ગ્રામ વિકાસ એજન્સી, અમદાવાદના નિયામકશ્રી એ.એમ.દેસાઈની અધ્યક્ષતામાં ધોલેરા તાલુકાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કુલ ૧૩ જેટલા અરજદારોના પ્રશ્નોને સાંભળીને સકારાત્મક ઉકેલ માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. તમામ અરજદારોની સમસ્યાને ધ્યાનપૂર્વક સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું તથા ત્યાં હાજર વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ધોલેરા તાલુકામાં સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ગ્રામ સ્વાગતના ૧૦૦ તથા તાલુકા સ્વાગતના ૧૩ એમ કુલ ૧૧૩ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો.
આ સ્વાગત કાર્યક્રમમાં નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન(નોડલ અધિકારી) શ્રી પંડ્યા સાહેબ ઉપરાંત તાલુકા કક્ષાના મહેસૂલ, પોલીસ સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહીને અરજદારોના પ્રશ્નોના ઉકેલ માટે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.