ખેડબ્રહ્માની કેટી હાઈસ્કૂલમાં તારીખ 26 ના રોજ સંવિધાન દિન ઉજવાયો
ખેડબ્રહ્મા શહેરની કેટી હાઈસ્કૂલમાં તારીખ 26 ના રોજ સંવિધાન દિન ઉજવાયો માત્ર 166 દિવસમાં તૈયાર થયું વિશ્વનું સૌથી વિશાળ બંધારણ.” ભારતનું સંવિધાન” આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા કેળવણી મંડળના પ્રમુખ શ્રી અશ્વિનકુમાર એસ જોષી , ઉપપ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, શાળાના આચાર્યશ્રી વિભાસકુમાર રાવલ, કપિલ ભાઈ ઉપાધ્યાય સુપરવાઇઝર શ્રી અનુજ કુમાર જોશી તથા સુપરવાઇઝર શ્રી પ્રકાશભાઈ પટેલ તથા શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી ભાઈ-બહેનોને સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓના રાષ્ટ્રધ્વજનું અને રાષ્ટ્રગીતનો આદર કરવાની દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની જાહેર મિલકતનુ રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની વિગેરે વિદ્યાર્થીઓને શપથ લેવડાવી અને આ તમામ બાબતોથી વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું ખુબ સુંદર રીતે ઉજવવામાં આવ્યો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જયેન્દ્રસિંહ સોલંકી એ કર્યું હતું.