કોમેડીમાં પ્રવેશનો માર્ગ મજબૂત બન્યો “ભાભીજી ઘર પર હૈ”થી ઈમરાન નઝીર ખાનનો
ટેલિવિઝન, ઓટીટી અને ફિલ્મ વર્તુળમાં જાણીતું નામ ઈમરાન નઝીર ખાન એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં સેલિબ્રિટી ક્રિકેટર ટિમ્મીના પાત્રમાં જોવા મળવાનો છે. તે કોમિક ટાઈમિંગ માટે બહુ લોકપ્રિય છે. આ અભિનેતા મનોરંજન વિશ્વમાં તેના પ્રવાસ અને તેની આદર્શ ભૂમિકા વિશે વાત કરે છે.
1. ભાભીજી ઘર પર હૈની ટીમ સાથે કામ કરવાની કેવી મજા આવી રહી છે?
ભાભીજી ઘર પર હૈનો હિસ્સો બનવા મળ્યું તે બદલ હું ખરેખર આભારી છું અને મારા પાત્ર ટિમ્મીને મળતી રહેલા પ્રતિસાદથી બહુ જ રોમાંચિત છું. હું શોનો કટ્ટર ચાહક છું અને વિભૂતિ મારું મનગમતું પાત્ર છે. એક દિવસ મને આ ઉત્તમ કાર્યક્રમનો હિસ્સો બનવા મળશે અને ખાસ કરીને આસાફ શેખ સર સાથે કામ કરવા મળશે એવી કલ્પના પણ કરી નહોતી.
નિશ્ચિત જ ભારતીય ટેલિવિઝન પર આ સૌથી મોજીલો અને અત્યંત રોમાંચક શોમાંથી એક છે. સેટ પર કામ કરતા બધા જ અત્યંત મૈત્રીપૂર્ણ અને આવકાર્ય છે. ઉપરાંત અમે શૂટિંગ દરમિયાન બધા જ જોક્સ કરીને મજેદાર સમય વિતાવીએ છીએ. મને એપિસોડમાં જોઈને મારા પરિવારની ખુશીનો કોઈ પાર નથી. ચાહક તરીકે તેમની મજેદાર પ્રતિક્રિયાની તમે કલ્પના કરી શકો છો!
2. આસીફજી પોતે પ્રોફેશનલ ક્રિકેટર છે. શું તેમણે એપિસોડ માટે શૂટ કરવા સમયે તને કોઈ ટિપ્સ અને ટ્રિક્સ બતાવી છે?
મેં ક્રિકેટના દ્રશ્ય પર તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યાં સુધી તેઓ આટલા પ્રોફેશનલ ક્રિકેટર હતા એ જાણતો નહોતો. અમે એકત્ર શૂટ કરતા હતા ત્યારે બેટિંગની પકડની બારીકાઈભરી જાણકારી જોઈને હું પણ મોહિત થઈ ગયો હતો. તેમણે બેટિંગ માટે મને યોગ્ય પોઝિશન બતાવ્યા હતા.
ક્રિકેટના સીનમાં તેમણે જે રુચિ બતાવી તેનાથી અમે પણ રોમાંચિત થયા હતા. તેમણે દિલ્હીમાં વીશીમાં ક્રિકેટ રમતા હતા એવી જાણકારી આપી હતી. મેં મારા ફિલ્માંકનમાં તેમની બધી સલાહને સમાવી લીધે છે અને તેનો મને બહુ ફાયદો થયો છે. રમતમાં ઉત્તમ જ્ઞાન સાથેના અનુભવી કલાકાર પાસેથી શીખવું તે બહુ સારું હોય છે. તેઓ મારે માટે વિશેષ છે!
3. એન્જિનિયર તરીકે તારી કારકિર્દી તરીકે અભિનય શા માટે પસંદ કર્યું?
હું નાનો હતો ત્યારથી અભિનેતા બનવાનું સપનું જોતો હકો. કાશ્મીરમાં નાના શહેરમાં રહેતો હતો. મારા પિતા સ્થાનિક વેપારી હતા, મનોરંજન ઉદ્યોગ સાથે અમારો કોઈ નાતો નથી. આથી આ લક્ષ્ય અશક્ય લાગતું હતું. મારો પરિવાર હું એન્જિનિયરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરું અને અમારા પરિવારના વેપારને ટેકો આપું એવું ચાહતો હતો.
આમ છતાં મારી ડિગ્રી પછી હું અભિનય જ મારી અસલી રુચિ છે એ લાગણીને અવગણી શકું એમ નહોતો. મેં તેમને મારું સપનું સાકાર કરવા મુંબઈ જઈ રહ્યો છું એમ કહ્યું ત્યારે તેઓ નારાજ થયા હતા. તેમણે મને ત્યાં નહીં જવા અને મારું મન બદલવા બહુ પ્રયાસ કર્યા,
પરંતુ હું જાણતો હતો કે જો હું મનથી પાક્કો હોઉં તો મને કશું જ રોકી નહીં શકશે. આથી હું મુંબઈમાં નીકળી આવ્યો. આરંભમાં મેં કમર્શિયલ કરવાનું શરૂ કર્યું અને ઓડિશન દરમિયાન અનેક વાર નકાર મળ્યા પછી પણ મેં પ્રયાસ ચાલુ રાખ્યું, જે પછી આખરે નકારાત્મક પાત્ર મળ્યું. તે પછી કોમેડી ભૂમિકાઓમને મને ઘણી સફળતા મળી, જેથી હું ભારપૂર્વક માનું છું કે લોકોએ કારકિર્દીની પસંદગી કરતી વખતે તેમના મનનું કરવું જોઈએ.
4. કોમેડી કરવાનું કેટલું ગમે છે?
મારી કારકિર્દીમાં કોમેડી ભૂમિકા કરવામાં મને બહુ ખુશી મળી છે અને આભારવશ મને આવી વધુ તકો મળી છે. દર્શકોને હસાવવા તે કલાકાર માટે મોટો પડકાર હોય છે અને હું તે પાર પાડી શકું છું તે માટે આભારી છું. ભાભીજી ઘર પર હૈએ વધુ કોમેડી ભાગ ભજવવા માટે મારો ઉત્સાહ વધાર્યો છે.
5. ટૂંક સમયમાં તું બોલીવૂડમાં પદાર્પણ કરી રહ્યો છે. આ તારો બ્રેક છે કે પછી તું કાંઈક વધુ મોટું આવે તેની વાટ જોઈ રહ્યો છે?
યારિયાં 2 બોલીવૂડમાં મારો આખરી બ્રેકથ્રુ પ્રોજેક્ટ નથી. મારી વધુ એક ફિલ્મ પણ ટૂંક સમયમાં આવી રહી છું, જેથી સિલ્વર સ્ક્રીન પર છાપ છોડવા હું સારું કામ કરું એવી અપેક્ષા છે અને હું મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છું.