ચારુએ કહ્યું હું સિંગલ પેરેન્ટ છું એટલે લોકો મનફાવે તેમ કહી રહ્યા છે
ચરિત્ર પર સવાલ ઉઠાવનારને ચારુએ આપ્યો જવાબ
જવાબ આપતાં એક્ટ્રેસે કહ્યું હતું કે, પહેલા પણ તે આવા કપડા પહેરતી હતી અને ત્યારે તો કોઈને કંઈ વાંધો નહોતો
મુંબઈ, છેલ્લે સીરિયલ ક્યૂં ઉથે દિલ છોડ આયામાં ઝોહરા બાઈ તરીકે જાેવા મળેલી ચારુ અસોપા કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર એક્ઝિટ રહેતી આ એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર થોડા દિવસ પહેલા પોતાની બોલ્ડ તસવીરો શેર કરી હતી, જેમાં તે રેડ કલરના શોર્ટ સ્કર્ટ અને મેચિંગ ડીપ નેકલાઈન બ્રાલેટમાં દેખાઈ હતી. આ તસવીરો જાેઈ યૂઝર્સે તેનો ક્લાસ લીધો હતો અને મનફાવે તેવી વાતો લખી હતી. Rajeev Sen Asopa Charu Sushmita Sen
કોઈ તેને શરમ વગરની કહી હતી તો કોઈએ કહ્યું હતું કે, ટૂંકા કપડા પહેરવા તે સ્ત્રી સશક્તિકરણની નિશાની છે. આ સિવાય કેટલાકે તેને તે સાડીમાં જ સારી લાગતી હોવાનું કહ્યું હતું તો કેટલાકનું કહેવું હતું કે, તે પૈસા માટે આ બધું કરી રહી છે. હવે ચારુએ ટૂંકા કપડા પહેરવા માટે વાંધો ઉઠાવનાર તમામને જવાબ આપ્યો છે. વાતચીત કરતાં ચારુ અસોપાએ જણાવ્યું હતું કે ‘મા બન્યા પછી તમે રીવીલિંગ કપડા પહેરી શકતા નથી તેવું જજમેન્ટ છે.
View this post on Instagram
કેટલાક લોકો કોમેન્ટ કરે છે કે ‘જેમ જેમ ડિવોર્સની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ કપડા ટૂંકા થઈ રહ્યા છે’. હું પહેલા પઆ આવા કપડા પહેરતી હતી અને ત્યારે બધું ઠીક હતી. પરંતુ હવે હું સિંગલ પેરેન્ટ છું તેથી બધા વિરોધ કરી રહ્યા છે. હું ટૂંકા કપડા પહેરું છું તેનો અર્થ એ નથી કે મારી દીકરી ઝિયાનાને પ્રેમ કરતી નથી. કેટલાક લોકો કહે છે કે, આ બધું છોડ અને બાળક પર ફોકસ કર. આવી બધી કોમેન્ટ ક્યાંથી આવી રહી છે અને લોકોની કેવા પ્રકારની માનસિકતા છે તે મને ખબર નથી.
કેટલાક લોકો તો તેમ પણ કહે છે કે તું હવે મા બની ગઈ છે તેથી તારે તારી રીતે જીવન જીવવાનું બંધ કરી દેવું જાેઈએ. જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે તેની સાથે માનો જન્મ પણ થાય છે. હું મમ્મીની સાથે-સાથે ઝિયાનાની ફ્રેન્ડ પણ બની શકું છું. જેથી તે મારી સાથે બધું શેર કરે. તમે ચોક્કસ પ્રકારે જીવન જીવવાની જરૂર નથી અને તમે કપડાના આધારે કોઈનું પણ ચરિત્ર નક્કી કરી શકો નહીં. પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરતાં ચારુ અસોપાએ જણાવ્યું હતું કે ‘હું પાત્ર અથવા કન્ટેન્ટના આધારે કામ કરવા માગું છું.
હાલ તો કેટલીક સીમા છે પરંતુ જાે મને ઓટીટી માટે પ્રોજેક્ટ મળ્યો તો તૈયાર છું. જેથી, હું કેટલાક મહિના શૂટ કરી શકું અને બાદમાં ઝિયાના પર ફોકસ કરી શકું. મને ટીવીમાં કામ કરવાનું ગમશે અને મને તેના પ્રત્યે માન પયમ છે. પરંતુ હાલ તો ઝિયાના નાની હોવાથી મારા માટે ટીવીમાં કામ કરવું થોડું મુશ્કેલ રહેશે. શોના કારણે હું તેના પર ફોકસ કરી શકીશ નહીં કારણ ૩થી ૪ કલાક સેટ પર રહેવું પડે છે અને ઘણીવાર ટ્રાવેલિંગ પણ કરવું પડે છે. પરંતુ ઓટીટી અને જાહેરાત માટે ઓકે છું. મને કામ માગવામાં અને ઓડિશન આપવામાં અથવા સ્ક્રીન ટેસ્ટમાં કોઈ વાંધો નથી’.ss1