Western Times News

Gujarati News

ઓનલાઇન ગેમ રમવાની લિંક ક્લિક કરતાં પહેલા ચેતી જજો !!

આ ઘટનાને પગલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપી અગાઉ ઝડપી પાડયા હતા

યુવકને ગેમ રમ્યા બાદ ૭૦ લાખનું બિલ ફાટ્યું

સુરત, શહેરનો યુવક પરિવાર સાથે ગોવા ફરવા ગયો હતો, ત્યાં તેને મોબાઈલ ફોનમાં ઓનલાઇન ગેમની લિંક આપી તેમાં કોઈ ચાર્જ લાગશે નહીં, તેવું જણાવતા યુવકે ગેમ રમી હતી. ત્યાર બાદ તેની પાસેથી પાંચ જેટલા લોકોએ ૭૦ લાખની માંગ કરી હતી. જાેકે, યુવકે આપવાની ના પાડતા તેનું અપહરણ કરી માર મારવાની ઘટનામાં સાયબર ક્રાઈમ પોલીસે વધુ બેની ધરપકડ કરી છે. Be careful before clicking the link to play online games!!

આ ઘટનામાં અગાઉ ત્રણ આરોપી ઝડપાઇ ચૂક્યા છે. યુવકને ભોળવી મોબાઈલ ફોનમાં ઓનલાઇન ગેમ રમવાની લિંક મોકલી નિતીન યુગ, દિપક ચુગ, આઇશા, મુન્ના રાજા, મનીષ, કિશન જીવરજાની, ગૌરંગ, સંજયભાઇ, અમીત નથવાણી તથા બીજા અગીયારેક માણસોએ પૂર્વ આયોજીત કાવતરૂં રચી એક યુવક તેના પરીવાર સાથે ગોવા ફરવા ગયો હતો, તે દરમિયાન આઇશાએ તેના મોબાઇલમાં એક કુબેર એક્સચેંજની લિંક મંગાવી હતી.

તેમાં અલગ-અલગ ગેમ બતાવી આમાં કોઇ રૂપિયા આપવાના નથી, આ ડેમો લિંક હોવાનું જણાવી ટાઇમ પાસ માટે ગેમ રમવા કહ્યું હતું. જેથી યુવકે તે લિંક મોબાઇલ ફોનમાં ઓપન કરી ટાઇમ પાસ માટે અલગ-અલગ ગેમ રમી હતી. જે બાદ આ રમેલી ગેમના ૭૦ લાખ રૂપિયા માંગ્યા હતા. જેથી યુવકે રૂપિયા આપવાની ના પાડતા ૧૭ માર્ચના રોજ મુન્ના રાજા મનિષ તથા બીજા એક અજાણ્યા શખ્સે સીમાડા નાકા, પટેલ મોટર્સની ગલીમાંથી યુવક તથા તેના મિત્ર કાઈરવ દરબારને બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી ભટાર વિસ્તારમાં લઇ જઇ યુવક પાસે રૂપિયાની માંગણી કરી હતી.

તેમણે રૂપિયા આપવાની ના પાડતા માર મારી રૂપિયા તો આપવા જ પડશે, તેવી ધમકી આપી હતી. જે બાદ રાતના સમયે નિતીન ચુગ તથા દિપક ચુગએ તેના પાંચેક માણસોને બોલાવી યુવકના કારીગર ધીરજ, શીવમ તથા ધીરજના માસીના દીકરા સાથે પટ્ટા તથા લાકડાના ડંડા વડે મારામાર્યો હતો.

જ્યારે ૧૮ માર્ચના રોજ મુન્ના રાજાએ યુવકને તેની ઓફીસમાં બોલાવી તેના માણસો મારફતે મારામારી કરાવી યુવકના ખિસ્સામાંથી બળજબરીથી ૩૫ હજાર કાઢી લઇ તથા યુવકના પેટીએમમાંથી કિશન જીવરજાનીના ફોન પેનો ઊઇકોડ સ્કેન કરાવી ૫૦ હજાર ટ્રાન્સફર કરાવી લઇ યુવક પાસેથી કુલ ૮૫ હજાર બળજબરીથી કઢાવી વધુ રૂપિયાની માંગણી કરી હતી.

આ ઘટનાને પગલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપી અગાઉ ઝડપી પાડયા હતા. સાથે જ આ ઘટનામાં ટેકનીકલ સર્વેલન્સ આધારે આગળની વધુ તપાસ હાથ ધરી આ ગુનામાં નાસતા-ફરતા આરોપી નીતિન શાંતકુમાર ચુંગ, દિપક શાંતકુમાર ચુંગને સોનીપત, હરિયાણાથી શોધી કાઢી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.