રાજકોટમાં સહકર્મીએ લગ્ન કરવાના છે તેમ કહી યુવતીને 2-2 વખત ગર્ભવતી બનાવી
લગ્ન કરવાના છે, તેમ કહી શરીરસંબંધ બાંધતો હતો
પીડિતાના જણાવ્યા પ્રમાણે, મિતેશ દ્વારા તેને પ્રપોઝ કરવામાં આવ્યું હતું કે, મારે તારી સાથે રહેવું છે અને તારી સાથે લગ્ન પણ કરવા છે
સહકર્મીએ યુવતીને બે-બે વખત ગર્ભવતી બનાવી
રાજકોટ, શહેરમાં જ્વેલરીના શોરૂમમાં કામ કરતી યુવતી સાથે જ તેના સહકર્મચારીએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ મથક ખાતે મિતેશ વ્યાસ વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૭૬ (૨)(દ્ગ) હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે ૨૧ વર્ષીય પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે, તેણે બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. A colleague made the girl pregnant 2 times
તેમજ તે રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલા એક જ્વેલર્સ ના શોરૂમમાં નોકરી કરે છે. વર્ષ ૨૦૨૦માં જ્વેલર્સની શોપમાં સેલ્સમેન તરીકે નોકરી કરનારા મિતેશ વ્યાસ સાથે તેનો પરિચય થયો હતો. બંને વચ્ચે પરિચય થયા બાદ ફ્રેન્ડશીપ થઈ હતી. ભોગ બનનાર પીડિતાના જણાવ્યા પ્રમાણે, મિતેશ દ્વારા તેને પ્રપોઝ કરવામાં આવ્યું હતું કે, મારે તારી સાથે રહેવું છે અને તારી સાથે લગ્ન પણ કરવા છે. ત્યાર બાદ ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ બંને અમીન માર્ગ રોડ પર ભેગા થયા હતા. ત્યાંથી જિલ્લા પંચાયત ચોક નજીક આવેલી હોટલમાં ગયા હતા.
જ્યાં યુવક દ્વારા રૂમ ભાડે રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ યુવક દ્વારા તેને કહેવામાં આવ્યું હતું કે, આપણે લગ્ન કરવાના છીએ, તેમ કહી તેની સાથે શરીરસંબંધ પણ બાંધ્યો હતો. ત્યાર બાદ પોતે તથા મિતેશ અહીંથી સુરત અને ત્યાંથી મુંબઈ અને લોનાવલા પણ ગયા હતા. જ્યાં અલગ અલગ હોટલમાં ચાર દિવસ સુધી રોકાયા હતા. ત્યાં પણ યુવકે તેની સાથે ચારથી પાંચ વખત શરીરસંબંધ બાંધ્યા હતા.
રાજકોટ આવીને હોટલમાં લઈ જઈ ત્રણથી ચાર વખત શરીરસંબંધ બાંધવામાં આવ્યા હતા. ઓક્ટોબર મહિનામાં ભોગ બનનાર પીડિતાએ પોતાના માતા-પિતાને વાતચીત કરી હતી કે, પોતાની સાથે નોકરી કરનારા મિતેશ વ્યાસ સાથે તેણે લગ્ન કરવા છે અને તે પણ તેની સાથે લગ્ન કરવા માંગે છે. ૮ દિવસ બાદ મિતેશે કહ્યું હતું કે, હું હજુ તને લઈને લગ્ન કરવા સુધી તૈયાર નથી. ત્યાર બાદ દિવાળીના સમયે શોરૂમનો બધો સ્ટાફ ઉદયપુર ફરવા ગયો હતો ત્યાં પણ ચાર દિવસ બંને રોકાયેલા હતા, ત્યાં પણ પીડિતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
જાન્યુઆરી મહિનામાં મારા પિરિયડ મિસ થઈ જતા મેં જુબેલી નજીક મહિલા તબિયત પાસે ચેકઅપ કરાવતા મને પ્રેગનેન્સી રહી ગયેલ છે તેવું જાણવા મળ્યું હતું. તે જ દિવસે મિતેશને મેં મારા ઘરે બોલાવ્યો હતો અને મારી પ્રેગ્નન્સી અંગે વાત કરતા તેણે કહ્યું હતું કે, આ બાળક મારું નથી. તેમજ તેણે કહ્યું હતું કે, મને અત્યારે બાળક નથી જાેતું, તેમ કહેતા મેં ગર્ભપાત કરાવી લીધું હતું. જાન્યુઆરી માસમાં મકરસંક્રાતિના દિવસે મારા ઘરે કોઈ નહોતું ત્યારે મિતેશ આવ્યો હતો અને ત્યારે તેણે કહ્યું હતું કે, મેં મારા ઘરે વાત કરી દીધી છે.
હવે આપણે લગ્ન કરવાના જ છે. તેમ કહી ફરી વખત મારી સાથે તેને શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેના કારણે બીજી વખત પણ પ્રેગ્નન્સી રહી જતા મેં તેમજ મારા માતા-પિતાએ મિતેશને સમજાવવા પ્રયત્નો કર્યા હતા. જાેકે તેણે કહ્યું હતું કે, આ બાળક મારું નથી. કોઈ બીજાનું હશે. જેથી મારા માતા-પિતા દ્વારા મિતેશના માતા-પિતા તેમજ ભાઈ ભાભીને વાત કરતા તે લોકોએ પણ લગ્ન કરવાની ના પાડી દેતા અંતે મારે ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે.