પાટણમાં વરસાદ પડતાં માર્કેટ યાર્ડમાં પડેલો પાક પલળી ગયો
પાટણ, ભરઉનાળે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે પાટણ જિલ્લાના હારીજમાં માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. હારીજ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલા અનાજ અને પાકો પલળી ગયા છે. જેના કારણે ખેડૂતોની ઘાટ કરતા ઘડામણ મોંઘાની સ્થિતિ આવી છે.
માર્કેટ યાર્ડમાં પડેલા ૪૦૦ બોરી એરંડા, ૨૫થી ૩૦ બોરી ચણા, અજમો અને જસણના જેવા પાકોનો માલ પલડી ગયો છે. અચાનક આવેલા વરસાદમાં ખેડૂતો માલને ઠેકાણે પહોંચાડે તે પહેલા જ પલળી ગયો હતો. જેના કારણે ખેડૂતોને આશરે ૧૫થી ૧૬ લાખથી વધુ નુકસાન થયુ છે.
રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદે ફરી ખેડૂતોની ચિંતા વધારી છે, ત્યારે પાટણ જિલ્લામાં આફત રૂપી કમોસમી માવઠાને લઇ મોટી નુકશાનીના દ્રશ્યો સામે આવ્યા છે.
જિલ્લામાં બપોર બાદ એકાએક વાતવરણમાં પલટાને લઇ હારીજ પંથકમાં પડેલા કમોસમી વરસાદથી હારીજ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી વિવિધ જણસના વેચાણ અર્થે આવતા ખેડૂતોનો માલ પલડી ગયો હતો તો કેટલોક માલ પાણીમાં તણાતો પણ નજરે પડ્યો હતો.
હવામાન વિભાગની કમોસમી માવઠાની આગાહીને પગલે પાટણ જિલ્લામાં પણ વાતવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિંબાગ વાદળો ઘેરાઈ જવા પામ્યા હતા અને આફત રૂપી કમોસમી માવઠું વરસવા પામ્યું હતું. જેમાં હારીજ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસોનું વેચાણ કરવા આવેલા ખેડૂતોએ જણસના કરેલા ઢગે ઢગ વરસાદી પાણીમાં પલડી જતા લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.
હારીજ માર્કેટ યાર્ડમાં આવેલી પેદાશમાં એરંડાની ૩૦૦થી ૪૦૦ બોરી, જીરું ૨૫થી ૩૦ બોરી તેમજ ચણા સહિતના પાકો પલળ્યા છે. જેમાં સૌથી વધુ એરંડાના પાકમાં વધુ નુકસાન જાેવા મળ્યો હતો. ખેડૂતોએ માર્કેટ યાર્ડ ખાતે આવી હરાજી માટે માલના ઢગે ઢગ ખડકી દીધા હતા. તેવામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો અને વેપારીઓ માલ સુરક્ષિત સ્થળ પર ખસેડે તે પહેલા જ ધોધમાર વરસાદ શરુ થતા હરાજી માટે મુકેલો માલ વરસાદી પાણીમાં તણાઈ જવા પામ્યો હતો.
કમોસમી વરસાદને કારણે માર્કેટયાર્ડ માં અંદાજિત ૧૫થી ૧૬ લાખ જેટલું નુકશાન થવા પામ્યું હતું. જેના લીધે વેપારી અને ખેડૂત બન્નેની દયનીય સ્થિતિિ જાેવા મળી હતી. જિલ્લામાં ચારથી પાંચ વાર કમોસમી માવઠું થતાં મોટું નુશાન વેઠવું પડ્યું છે અને આજે થયેલા માવઠાને લીધે ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ થવા પામી છે.SS1MS