Western Times News

Gujarati News

સુદાનમાં વાયુસેનાએ વગર લાઈટે રાત્રે ઉતાર્યું વિમાન

નવી દિલ્હી, ઓપરેશન કાવેરી હેઠળ આંતરવિગ્રહનો સામનો કરી રહેલા આફ્રિકન દેશ સુદાનમાંથી ભારતીયોને બચાવવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળ અત્યાર સુધીમાં ૧૩૬૦ નાગરિકોને દેશમાં પરત લાવ્યા છે. આ દરમિયાન, ભારતીય વાયુસેનાએ સુદાનમાં આશ્ચર્યજનક બચાવ કામગીરી હાથ ધરી છે. ભારતીય વાયુસેનાએ શુક્રવારના રોજ સુદાનના સૈયદના આર્મી એરપોર્ટના રનવે પર હર્ક્‌યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને લાઇટ વગર લેન્ડ કર્યું હતું.

વાયુસેનાની ટીમે આ સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલા સહિત ૧૨૧ ભારતીય નાગરિકોને બચાવ્યા છે. સૈયદના સુદાનની રાજધાની ખાર્તુમની ઉત્તરે ૨૨ કિલોમીટર (૧૪ માઇલ) દૂર આર્મી એરપોર્ટ છે. અહેવાલો અનુસાર, આ રનવે પર નેવિગેશન માટે કોઈ સહાય ન હતી. કોઈ લાઈટ પણ ન હતી.

ઈંધણની પણ કોઈ વ્યવસ્થા નહોતી. એરફોર્સના પાઈલટોએ બચાવ કામગીરી દરમિયાન નાઈટ વિઝન ગોગલ્સનો ઉપયોગ કર્યો હતો. અહેવાલો અનુસાર, ૨૭/૨૮ એપ્રિલ ૨૦૨૩ ની રાત્રે હાથ ધરવામાં આવેલા એક સાહસિક ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાના એક ઝ્ર-૧૩૦ત્ન વિમાને વાડી સૈયદનાની એક નાની હવાઈપટ્ટીમાંથી ૧૨૧ લોકોને બચાવ્યા હતા.

આ લોકો પાસે સુદાન બંદર સુધી પહોંચવાનું કોઈ સાધન નહોતું. કાફલાનું નેતૃત્વ ભારતીય સંરક્ષણ એટેચી દ્વારા કરવામાં આવ્યું હતું, જાે વાડી સૈયદના ખાતેની હવાઈ પટ્ટી પર પહોંચે ત્યાં સુધી ભારતીય વાયુસેનાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતા. એરફોર્સના પાઇલોટ્‌સ રાત્રે ઉતરાણ માટે નાઇટ વિઝન ગોગલ્સ (દ્ગફય્) નો ઉપયોગ કરતા હતા.

એરસ્ટ્રીપની નજીક પહોંચતી વખતે, ટૂંકા રનવે પર કોઈ અવરોધ ન આવે તેની ખાતરી કરવા માટે ક્રૂએ તેમના ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ/ઇન્ફ્રા-રેડ સેન્સર્સનો ઉપયોગ કર્યો. રનવે ક્લિયર હોવાની ખાતરી કર્યા બાદ એરફોર્સના હિંમતવાન પાઈલટોએ વિમાનનું લેન્ડિંગ કરાવ્યું હતું. આ દરમિયાન એરફોર્સના સ્પેશિયલ ફોર્સ યુનિટના ૮ ગરુડ કમાન્ડોએ ભારતીયોની સુરક્ષા કરી હતી.

કમાન્ડોએ જ સામાનને વિમાનમાં સલામત રીતે ઉતાર્યો હતો. વાડી સૈયદના અને જેદ્દાહ વચ્ચે અઢી કલાક સુધી ચાલેલા એરફોર્સનું આ ઓપરેશન કાબુલમાં થયેલા ઓપરેશન જેવું જ છે. વિદેશ મંત્રાલયને ટાંકીને સમાચાર એજન્સી પીટીઆઈએ માહિતી આપી હતી કે શુક્રવારે અમારા કુલ ૭૫૪ નાગરિકો ભારત પહોંચ્યા હતા.

તેમાંથી ૩૬૨ બેંગલુરુ પહોંચી ગયા છે. વિદેશ મંત્રાલયે ટ્‌વીટ કર્યું કે ઓપરેશન કાવેરી હેઠળ ૩૬૨ ભારતીયો બેંગલુરુ પહોંચ્યા છે. તેઓને સાઉદી અરેબિયાના જેદ્દાહથી ભારત લાવવામાં આવ્યા હતા. ત્યાં અમે ટ્રાન્ઝિટ કેમ્પ બનાવ્યો છે. બુધવારે ૩૬૦ અને ગુરુવારે ૨૪૬ ભારતીયોને ઘરે લાવવામાં આવ્યા હતા. સુદાનમાં લગભગ ૩૫૦૦ ભારતીયો હાજર હતા. જેમાંથી ૧૩૬૦ને પરત લાવવામાં આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.