16 લાખનો સામાન ખરીદી રૂપિયા નહીં ચૂકવતા વેપારીએ આત્મહત્યા કરી
અમદાવાદ, ગ્રાહકે રૂપિયા ૧૬ લાખનો સામાન ખરીદ્યા ાદ પણ તેના રૂપિયા નહીં ચૂકવતા આર્થિક રીતે ભીંસમાં મૂકાયેલા પ્લાયવૂડના એક વેપારીએ આખરે જીવન ટૂંકાવવાની નોબત આવી હતી. શહેરના બોપલ વિસ્તારમાં બનેલી આ ચોંકાવનારી ઘટનામાં દીકરીએ મૃત પિતાનો મોબાઈલ ફોન ચેક કરતા આત્મહત્યા પાછળનું અસલી કારણ સામે આવ્યું હતું
અને ત્યારબાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. વેપારીની નજીકના લોકોનો દાવો છેકે દીકરીનાં લગ્નની ચિંતાઅને આર્થિક હાડમારીથી કંટાળીને વેપારીએ અંતિમ પગલું ભર્યું હતું. સારુબહેનના પતિ પંકજભાઈ મેહર માર્કેટિંગ નામની કંપની ચલાવી પ્લાયવૂડનો વેપાર કરતા હતા.
થોડા દિવસ પહેલાં સારુબહેન સવારે ચાર વાગ્યે રોજિંદી પ્રક્રિયા મુજબ યોગ અને વ્યાયામ કરવા ઊઠ્યાં હતાં. તે પછી તેઓ સવારે ફરીથી સૂઈ ગયાં હતાં. સારુબહેનના પતિએ સવારે ઊઠીને કહ્યું હતું કે હું ઘરમાં થોડી સાફ સફાઈ કરી લઉ, ત્યારબાદ સારુબહેન ઊઠ્યાં હતાં અને તેમણે પતિને બૂમ પાડી પણ તેમણે સાંભળી ન હતી.
આથી સારુબહેન ઉપરના રૂમમાં જાેવા ગયો ત્યારે પતિને પંખા પર લટકતી હાલતમાં જાેઈને ચોંકી ગયાં હતાં. સારુબહેને તેમને નીચે ઉતારીને બાજુમાં રહેતા ડોક્ટર બોલાવ્યા હતા. સારુબહેને તરત પોલીસને બોલાવી દીધી હતી. તે ૧૦૮ મારફતે તેમને હોસ્પિટલ લઈ ગયાં હતાં. જ્યાં ફરજ પરનાા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પંકજભાઈને પછી પીએમ માટે લઇ ગયા હતા.
સારુબહેનની દીકરીએ પિતાના મોબાઈલમાં તપાસ કરી હતી. ત્યાં તેને જાણ થઇ કે પિતાને અદાણી શાંતિગ્રામમાં રહેતા નિરલ ચોક્સી પાસેથી રૂપિયા લેવાના નીકળતા હતા. પિતાએ વોટસએપમાં નિરલ ચોકસીને મેસેજ કર્યાે હતો કે નિરલભાઈ માર્કેટમાં પૈસા ન ચૂકવવાના કારણે મારી શાખ ખરાબ થઇ ગઇ છે અને હું ડિસ્ટર્બ થઇ ગયો છું
તમે મારા પૈસા ફ્રોડ કરી રાખી લીધા છે. હું તમને છોડીશ નહીં અથવા હું આત્મહત્યા કરી લઈશ આ નાની રકમ નથી. ત્યારબાદ દીકરીએ આ વાતની જાણ માતાને કરી હતી.
નિરલભાઈએ પંકજભાઈ પર અલગ અલગ તારીખે ૧૬ લાખ રૂપિયાનો પ્લાયવૂડનો સામાન ઉધાર લીધો હતો. તે રૂપિયાની ઉઘરાણી કરવા છતાં નિરલભાઈ આપતા ન હતા. તેમજ દીકરીનાં લગ્ન હોવાથી તેમને ખૂબ ચિંતા રહેતી હોવાથી તેમણે આ પગલું ભર્યું હતું. સારુબહેને આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં નિરલ ચોકસી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.