શું તમે જાણો છો અડધી રાત્રે કુતરા કેમ રડે છે ?
નવી દિલ્હી, તમે અડધી રાત્રે તમારા આસપાસ કોઈક સમયે કૂતરાઓના રડવાનો વિચિત્ર અવાજ સાંભળ્યો હશે. રાત્રે કૂતરાઓના રડવાનો અવાજ મોટાભાગના લોકોને ડરાવી નાખે છે, અને તેને અપશુકન પણ માનવામાં આવતો હોય છે, કેટલાક લોકોનું માનવું છે કે, કુતરા રાત્રે આત્માઓને જાેઈને રડવા લાગે છે. Why do dogs cry in the middle of the night?
બીજી બાજુ, કેટલાક લોકો માને છે કે, જ્યારે કૂતરા રડે છે, ત્યારે કોઈ વ્યક્તિ થોડા દિવસોમાં મૃત્યુ પામે છે. શું ખરેખર આવું છે કે, પછી તેની પાછળ બીજું કોઈ કારણ છે? શું તમે જાણો છો કે કૂતરા માત્ર રાત્રે જ કેમ રડે છે? રાત્રે કૂતરાઓના રડવાના ઘણા કારણો છે. લોકપ્રિય માન્યતાઓ અનુસાર, કૂતરાઓ કોઈપણ અપ્રિય ઘટનાને પહેલાથી જ અનુભવી શકે છે.
એટલા માટે તેઓ રાત્રે રડવા લાગે છે. ઘણીવાર ગામડાઓ અને નગરોમાં જ્યારે બહાર બેસીને કૂતરા રડવા લાગે છે, ત્યારે ત્યાં રહેતા લોકો ચિંતામાં મુકાઈ જાય છે. સામાન્ય રીતે, રાત્રે કૂતરાઓના રડવાનું નકારાત્મક સંકેત તરીકે માનવામાં આવે છે. લોકપ્રિય માન્યતાઓથી વિપરીત, રાત્રે શ્વાન રડવાનું કારણ ખરાબ સ્વાસ્થ્ય અથવા ઈજા હોઈ શકે છે.
કૂતરાઓના રડવા પર કરવામાં આવેલા ઘણા અભ્યાસોના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, જ્યારે કોઈ કૂતરો તેના પરિવારથી અલગ થઈ જાય છે અથવા તેના પ્રદેશમાંથી ભટકીને કોઈ અન્ય જગ્યાએ પહોંચે છે, ત્યારે તે હતાશાને કારણે રાત્રે જાેર જાેરથી રડવા લાગે છે. અભ્યાસો અનુસાર, આ બરાબર એ જ પ્રકારનું વર્તન છે જે ત્યારે થાય છે, જ્યારે માનવ બાળક તેના પરિવારથી અલગ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો આ બાબતમાં મનુષ્ય અને પ્રાણીઓનું વર્તન સરખું છે.
જ્યારે કૂતરો તેના ગ્રુપમાંથી અલગ થઈને અન્ય કોઈ જગ્યાએ પહોંચે છે, ત્યારે તે રાત્રે જાેરથી ભસીને તેના સાથીઓને તેના સ્થાનના સંકેતો મોકલે છે. બીજી તરફ, જાે કોઈ અન્ય જગ્યાએથી કૂતરો કોઈ વિસ્તારમાં આવે છે, તો તે જગ્યાએ રહેતા કૂતરાઓનું જૂથ પણ રાત્રે રડવા લાગે છે. આમ કરીને તેઓ આસપાસ હાજર તેમના મિત્રોને કહે છે કે, અમારા વિસ્તારમાં એક અજાણ્યો કૂતરો ઘુસી આવ્યો છે.
મોટેથી ભસવાથી કૂતરાઓ તેના બીજા કૂતરા સાથીને તેની હાજરી અને સમસ્યાઓ વિશે જાણ કરે છે. નિષ્ણાંતોના મતે, તબિયત ખરાબ હોવાને કારણે અથવા ઈજાને કારણે શ્વાન રાત્રે રડવા લાગે છે. જ્યારે કૂતરાઓ પીડા અથવા મુશ્કેલીમાં હોય છે, ત્યારે તેઓ રડીને તેમના ટોળાને નજીક બોલાવવાનો પ્રયાસ કરે છે.
વાસ્તવમાં, આ બાબતમાં મનુષ્ય અને પ્રાણીઓ એકબીજાથી તદ્દન અલગ છે. એવા ઘણા લોકો છે, જેઓ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે સમાજના બાકીના લોકોથી પોતાને અલગ કરી દે છે. તે જ સમયે, મોટાભાગના પ્રાણીઓ જ્યારે પીડા, અસ્વસ્થતા અથવા ખરાબ સ્વાસ્થ્યમાં હોય ત્યારે એકલા રહેવાનું પસંદ કરતા નથી.
આવી સ્થિતિમાં, જાે તેઓ એકલા હોય, તો તેઓ તેમના સાથીઓને બોલાવવા માટે રડવા લાગે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, રાત્રે કૂતરાઓનું રડવાનું એક કારણ તેમની ઉંમર પણ છે. જ્યારે કૂતરાઓ ઉંમર સાથે નબળા પડી જાય છે, ત્યારે તેઓ વધુ એકલતા અનુભવવા લાગે છે. આ તેમને દુઃખી કરે છે. જ્યારે આ એકલતા અને ઉદાસી રાત્રે વધવા લાગે છે, ત્યારે તેઓ મોટેથી રડીને તેમની પીડા વ્યક્ત કરે છે. કેટલાક કૂતરાઓ તેમના મૃત સાથીઓને યાદ કરીને રડે છે.
જાે કોઈ કૂતરો ઘરમાં ઉછરે છે અને કોઈ કારણસર અલગ થઈ જાય છે, તો તે વધુ એકલતા અનુભવે છે અને રાત્રે રડવા લાગે છે. જ્યારે પણ કૂતરાઓ તેમના અલગ થયેલા માલિકોને મળે છે, ત્યારે મોટેથી રડવાને બદલે, તેઓ આંસુ વહાવે છે. આવું જ કંઈક ત્યારે થાય છે, જ્યારે છૂટા પડ્યા પછી રખડતા કૂતરાઓ ફરીથી તેમના જૂથમાં જાેડાય છે. ફરીથી મળવા પર, કૂતરા તેમના માલિકને લાડ બતાવવા અથવા તેમની સાથે રમવાનું શરૂ કરવા માટે ચાટવાનું શરૂ કરે છે.
વૈજ્ઞાનિકોને સંશોધનમાં જાણવા મળ્યું છે કે, પાલતુ કૂતરા તેમના માલિકથી લાંબા સમય સુધી દૂર રહી શકતા નથી. પાંચ કલાક દૂર રહ્યા પછી મળે તો કૂતરાઓની આંખમાંથી ઘણા આંસુ નીકળે. વૈજ્ઞાનિકોએ આ પરીક્ષણને ર્શિમર પરીક્ષણ નામ આપ્યું છે. આ માટે, આંસુનું પ્રમાણ માપવા માટે કૂતરાઓની આંખોની નીચે એક ખાસ પટ્ટી મૂકવામાં આવી હતી.SS1MS