ફેડ રિઝર્વે પોલિસી રેટ ૦.૨૫ ટકા વધાર્યો
નવી દિલ્હી, ફેડ રિઝર્વે ફુગાવા સામેનું યુદ્ધ ચાલુ રાખીને ફરી એકવાર પોલિસી રેટમાં વધારો કર્યો છે. ફેડ રિઝર્વે પોલીલી રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટ એટલે કે ૦.૨૫ ટકાનો વધારો કર્યો છે.
આ સાથે અમેરિકામાં પોલિસી રેટ વધીને ૧૬ વર્ષમાં સૌથી વધુ થઈ ગયો છે. પરંતુ ફેડ રિઝર્વે સંકેત આપ્યો છે કે તે હવે દરમાં વધારો કરશે નહીં. સળંગ ૧૦ વખત દર વધારવાને કારણે ગ્રાહક લોન ખૂબ જ મોંઘી બની છે. પોલિસી બેઠક બાદ ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે ‘બેન્કિંગ સિસ્ટમ મજબૂત અને સ્થિતિસ્થાપક રહી છે’.
જાેકે, નાણાકીય વ્યવસ્થામાં ઉથલપાથલના કારણે ખર્ચ અને વૃદ્ધિ બંનેની ગતિ ધીમી પડી શકે છે. ફેડ રિઝર્વ છેલ્લા ૧૪ મહિનાથી સતત પોલિસી રેટમાં વધારો કરી રહ્યું છે. જેના કારણે ઓટો લોન, ક્રેડિટ કાર્ડ બોરોઇંગ અને બિઝનેસ લોનના વ્યાજ દર બમણા થઇ ગયા છે. તેના કારણે સ્થાનિક વેચાણમાં ઘટાડો જાેવા મળ્યો હતો.
આ વખતે ફેડના ૦.૨૫ ટકાના વધારા સાથે પોલિસી રેટ વધીને ૫.૧ ટકા થઈ ગયો છે. મહત્વનું છે કે અમેરિકામાં ફુગાવો ૪૦ વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો છે. જે બાદ ફેડ રિઝર્વ પોલિસી રેટમાં વધારો કરીને ફુગાવાને અંકુશમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી તેમાં સંપૂર્ણ સફળતા મળી નથી. વ્યાજ દરમાં વધારા અને એક પછી એક ત્રણ બેંકોના ડૂબવાના કારણે ફેડ રિઝર્વ માટે આ વખતે પોલિસી રેટ વધારવાનો સમય હતો.SS1MS