Western Times News

Gujarati News

USAમાં છોકરીએ પોતાનાથી 61 વર્ષ મોટા શખ્સની પસંદગી કરી

નવી દિલ્હી, આપે એવા તમામ યુગલો જાેયા હશે, જેને જાેયા બાદ હ્‌દયના ઊંડાણમાંથી અવાજ નીકળે કે, આ બંને એક બીજા માટે બન્યા છે. તો વળી અમુક કપલ એવા પણ હોય છે, જેમનો ક્યાંયથી મેળ દેખાતો હોતો નથી. જેને સામાન્ય ભાષામાં કજાેડા કહેવાય છે. કંઈક આવી જ જાેડી વિશે અમે અહીં આપને વાત કરવા જઈ રહ્યા છીએ.

જ્યાં વર-વધુ વચ્ચે કોઈ મેળ નથી. લગ્ન પ્રસંગોમાં છોકરો અને છોકરીની ઉંમરમાં થોડુઘણું અંતર તો ચાલી જાય છે. જાે કે, આ અંતર હવે ૧૦-૧૫ વર્ષનું થઈ જાય છે, તમને એવા કપલ પણ જાેવા મળે છે. જાે કે, તે જાેવામાં થોડા અજીબ લાગે. પણ આજે અમે આપને એક જાેડી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં છોકરીએ પોતાના દાદાની ઉંમરના શખ્સ સાથે લગ્ન કરી લીધા. તેની ખુદની ઉંમર ૨૪ વર્ષ છે. અને તેના પતિની ઉંમર ૮૫ વર્ષ છે. the girl chose a man 61 years older than her

સાંભળીને થોડુ અજીબ જરુરથી લાગશે, પણ અમેરિકાના મિસીસિપીની રહેવાસી મિરેકલ પોગે પોતાના પતિ તરીકે પોતાનાથી ૬૧ વર્ષ મોટા શખ્સની પસંદગી કરી છે. વર્ષ ૨૦૧૯માં તેની મુલાકાત રિટાયર્ડ રિયલ એસ્ટેટ એજન્ટ અને ૮૪ વર્ષના વૃદ્ધ ચાર્લ્સ સાથે થઈ હતી.

વ્યવસાયે નર્સ મિરેકલની દોસ્તી તેની સાથે થઈ અને તે ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, ચાર્લ્સે ફેબ્રુઆરી ૨૦૨૦માં તેને પ્રપોઝ કરી દીધું. પરિવારમાં ખાસ કરીને મિરેકના પિતાને આ સંબંધ મંજૂરી નહોતો, તેમ છતાં પણ દીકરીની ખુશી માટે તેઓ માની ગયા. મિરેકલના પરિવારે તેમના દાદાની ઉંમરના પતિ ચાર્લ્સથી થોડી નાની છે.

જાે કે, તેની મમ્મી અને દાદા આ તમામ લોકો સંબંધ માટે રાજી થઈ ગયા. પણ પિતાને ઉંમરને લઈને થોડો વાંધો હતો. બાદમાં દીકરીની જીદ આગળ તેઓ પણ ઝુકી ગયા. મિરેકલ કહે છે કે, તેમના સંબંધમાં ઉંમર આડે આવતી નથી. તે ચાર્લ્સની એક્ટિવ લાઈફસ્ટાઈલને જાણે છે અને તેને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે, તે ૫૫ નો છે કે ૧૦૦નો. હાલમાં આ યુગલ પરિવાર આગળ વધારવા પર વિચારી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.