Western Times News

Gujarati News

મમતા બેનર્જીએ The Kerala Story ફિલ્મને કાલ્પનિક જણાવી પ્રતિબંધ મુક્યો

The Kerala Story પર પ. બંગાળમાં લગાવાયો પ્રતિબંધ

બંગાળ એવું પહેલું રાજ્ય છે, જેણે આ ફિલ્મ પર પ્રતિબંધ મુક્યો છે:ટ્રેલર રિલીઝ થયું ત્યારથી વિવાદમાં રહી છે

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ સામે ઘણા સવાલ ઊભો કર્યા છે. મમતા બેનર્જીએ ધ કાશ્મીર ફાઈલ્સનો ઉલ્લેખ કરતા ભાજપને પણ નિશાને લીધો છે. ધ કેરાલા સ્ટોરી આ મહિને ૫ મહિને રિલીઝ થઈ છે. રિલીઝ પહેલા અને થિયેટર્સમાં આવ્યા પછી આ ફિલ્મ સતત વિવાદોમાં ઘેરાયેલી છે. Mamata Banerjee banned the film The Kerala Story calling it fiction

મમતા બેનર્જીએ ધ કેરાલા સ્ટોરી સામે સવાલ ઉઠાવતા ભાજપને ઘેર્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે, ‘આ ર્નિણય બંગાળમાં શાંતિ જાળવી રાખવા લેવાયો છે. ભાજપ ‘ધ કેરાલા સ્ટોરી’ નામની ફિલ્મ બતાવી રહ્યો છે. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ શું છે? આ એક વર્ગને અપમાનિત કરવા માટે બનાવાઈ છે. ‘ધ કેરાલા સ્ટોરી’ શું છે? તે એક કાલ્પનિક કહાની છે. કેટલાક દિવસ પહેલા તેના (ભાજપના) મોકલેલા કલાકાર બંગાળ આવ્યા હતા. તે એક કાલ્પનિક કહાનીવાળી ફિલ્મ ‘બંગાળ ફાઈલ્સ’ની તૈયારી કરી રહ્યા છે.’

મમતાએ આરોપ લગાવ્યો કે, આ ફિલ્મથી કેરળના લોકોની માનહાનિ થઈ રહી છે. બંગાળના સન્માનને પણ આ લોકો (ભાજપના) નુકસાન પહોંચાડી રહ્યા છે. ભાજપ વર્ગો વચ્ચે મુશ્કેલી કેમ ઉભી કરી રહ્યો છે? તેને એ કરવાનો અધિકાર કોણે આપ્યો? શું આ બધું કોઈ રાજકીય પાર્ટીનું કામ છે?’

‘ધ કેરાલા સ્ટોરી’ના ટ્રેલરમાં દાવો કરાયો છે કે, છોકરીઓનું બ્રેઈનવોશ કરી આતંકવાદી સંગઠન આઈએસઆઈએસમાં ભરતી કરાવાય છે. ફિલ્મમાં એવી છોકરીઓને સીરિયા મોકલવાની કહાની છે. ફિલ્મમાં ત્રણ છોકરીઓ શાલિની, ગીતાંજલિ અને નિમાહની કહાની દર્શાવાઈ છે.

તેમાં જણાવાયું છે કે, કઈ રીતે નર્સિંગ કોલેજમાં તેમનું બ્રેઈનવોશ કરી તેમની પર રેપ કરાય છે અને તેમને બધી જ પ્રકારની પીડાઓ પણ સહન કરવી પડી. ફિલ્મમાં દાવો કરાયો છે કે, ૩૨ હજાર છોકરીઓ આવા ષડયંત્રનો શિકાર બની છે.
આ ફિલ્મને લઈને વિવાદ અને રાજકારણ રોકાવાનું નામ નથી રહ્યું. તમિળનાડુના મલ્ટીપ્લેક્સ એસોસિએશને થિયેટર્સમાં આ ફિલ્મ દર્શાવવાનો ઈનકાર કરી દીધો. મધ્ય પ્રદેશમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત થઈ છે.

ફિલ્મને લઈને કોંગ્રેસ અને લેફ્ટે આરોપ લગાવ્યો છે કે, આ ભાજપના એજન્ડાવાળી ફિલ્મ છે. તો, બીજા પક્ષની દલીલ છે કે, છોકરીઓની સાથે જે ક્રૂરતા આચરાઈ, તે દર્શાવવી જાેઈએ. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ‘મેં ફિલ્મ જાેઈ છે અને આ ફિલ્મમાં હકીકત દર્શાવાઈ છે.’ ઠાકુરે કહ્યું કે, આ ફિલ્મ લોકોએ ચોક્કસ જાેવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.