ફ્લેટમાં પાર્ક કરેલી કારમાંથી હથિયારનો જથ્થો મળ્યો
ગાંધીનગર, ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એક બિનવારસી હાલતમાં પડેલી કારમાંથી હથિયારનો મોટો જથ્થો મળી આવ્યો છે, ફ્લેટના બેઝમેન્ટમાં પાર્ક કરેલી કારમાંથી ૨ રિવોલ્વર, ૨ દેશી કટ્ટા, ૩૦૦ કારતૂસ મળી આવ્યા છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ કાર કોની છે અને હથિયારો ક્યાંથી લાવીને કારમાં મૂકવામાં આવ્યા હતા તે અંગે ઈન્ફોસિટી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર શહેરની સેક્ટરની બાઉન્ડ્રીને અડીને આવેલા સરગાસણ ગામમાં આવેલા સ્વાગત એફોર્ડ ફ્લેટના બેઝમેન્ટમાં પાર્ક કરેલી કારમાંથી હથિયારનો મોટો જથ્થો મળી આવ્યો છે.
કારમાંથી હથિયારનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઈન્ફોસિટી પોલીસે કાર કબજે કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હ્યુન્ડાઈ વર્ના કાર કે જે ફ્લેટના બેઝમેન્ટમાં પાર્ક કરેલી હતી, તે બિનવારસી હાલતમાં મળી આવી છે.
અમદાવાદના પાર્સિંગની કાર કોના દ્વારા અહીં લાવવામાં આવી હતી? આ કાર કોના નામે ઇ્ર્ંમાં રજિસ્ટર્ડ થયેલી છે તે માટે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. જે બાદ કારમાં હથિયાર કઈ રીતે લાવવામાં આવ્યા અને તેનો શું ઉપયોગ કરવાનો હતો અને હથિયાર કોની પાસેથી લાવવામાં આવ્યા હતા તે તમામ સવાલોના જવાબ મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.
પાર્કિંગમાંથી અમદાવાદ પાર્સિંગની જે કાર ગાંધીનગરમાંથી મળી આવી છે તેના ધૂળની ચાદર ઢંકાયેલી છે, પોલીસે આ કારને કબજે કરીને વધુ તપાસ શરુ કરી દીધી છે. ગુજરાતભરના નેતાઓ અને અધિકારીઓ જ્યાં બેસે છે તે પાટનગરમાં બનેલી આ ઘટનામાં પોલીસની વિવિધ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી શકે છે.
કાર જે હાલતમાં મળી આવી છે તે જાેતા તે લાંબા સમયથી અહીં મૂકેલી હોય તેવી શંકાઓ ઉપજી રહી છે, પરંતુ આ કારમાં રહેલા હથિયારોનો શું ઉપયોગ થવાનો હતો અને તે ક્યાંથી લાવવામાં આવ્યા હતા તેની સૌથી પહેલા તપાસ કરવામાં આવશે. આ સાથે આસપાસના વિસ્તારમાં આવેલી સીસીટીવીના ફૂટેજ મેળવીને કાર અહીં સુધી કઈ રીતે અને ક્યારે પહોંચી તેની તપાસ કરવામાં આવી શકે છે.SS1MS