થલતેજમાં સરકારની માલિકીની આશરે રૂ. 150 કરોડની જમીન પરથી દબાણ હટાવાયા
સિટી મામલતદાર, ઘાટલોડિયા, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર મોજે. થલતેજ તા. ઘાટલોડિયાના સર્વે નં. ૨૯/અ/૧ની મૂળથી સરકારી પડતર જમીન પર થયેલ ૪૬૦૦ ચો.મી.નું રહેણાંક અને વાણિજ્યિક અનધિકૃત દબાણ જિલ્લા કલેક્ટરશ્રી, અમદાવાદની સૂચનાથી સિટી ડેપ્યુટી કલેક્ટરશ્રી(પશ્ચિમ),
અમદાવાદ તથા સિટી મામલતદારશ્રી, ઘાટલોડિયા તેમજ પોલીસ વિભાગ તથા અ.મ્યુ.કો.ના સ્ટાફના સહયોગથી થલતેજ ચાર રસ્તા, મેટ્રો સ્ટેશનની બાજુમાં આવેલ સરકારશ્રીની માલિકીની આશરે રૂપિયા ૧૫૦ કરોડની ખૂબ જ કીમતી અને મોકાની જગ્યા આજ રોજ તા.૦૮/૦૫/૨૦૨૩એ ખુલ્લી કરી સરકાર પક્ષે કબજો લીધેલ છે.