ગણિતમાં PhD કર્યુ ગાય-ભેંસ ચરાવતા પિતાના પુત્રએ
મતિયાળા, ગોપાલ શું ભણેે છે તે અમને ના ખબર હોય તેના ભણતર પાછળ ખર્ચની રકમ હું તેમને મોકલી આપતો. આ શબ્દો છે. કડવાભાઈ રાઠોડના કડવાભાઈ ગોપાલના પિતા છે. આ પરિવાર અમરેલી જીલ્લાના લાલાવદર ગામમાં રહે છે. Son of cow-buffalo grazing father has done PhD in Mathematics
ભરવાડ સમાજના કડવાભાઈ રાઠોડનેે ત્રણ પુત્રો તેમાંનો ગોપાલ બીજા નંબર. આ પુત્રને પહેલેથી જ ભણવામાં ખુબ રસ હતો. એટલેેે પિતા ૩૦ ગાયો, ભેંસ રાખતા હતા છતાં કોઈે દિવસે ગોપાલને ચરાવવા ન મોકલતા ગોપાલ આમ, ર૬ વર્ષનો છે.
ગોપાલ કહે છે કે ધો.૧ થી ૭નો અભ્યાસ લાલવદરમાં કર્યો હતો. ત્યારબાદ ૮ થી ૧૦ ભરવાડ બોર્ડીંગ જૂનાગઢ,, ૧૧-૧ર અમરેલી નૂતનમાં બીએસસી, (ગણિત) ૩ વરસ અમરેલી કમાણી કોલેેજમાં અભ્યાસ કર્યો છે. બાદમાં રાજકોટ ખાતે એમએસસી એમફીલ અને પીએચડીની ઉપાધી મેેળવી છે.
આજે ગણતિશાસ્ત્રમાં ગોપાલ પીએચડી થયો હોવા છતાં પરિવારમાં કોઈ અભ્યાસુ ન હોવા છતાં અસાધારણ સફળતા મેળવનારગોપાલ આજે નાના એવા ગામ લાલાવદરનું નામ રોશન કરી સંતોષની લાગણી અનુભવે છે. હાલ જીપીએસસીની તૈયારીમાં લાગી ગયેલ યુવક આજે અનેક માટે પ્રેેરણા રૂપ છે.