યુવતીએ ગાયના ગોબરથી સજાવડાવ્યો પોતાના લગ્નનો મંડપ
ભુજ, એક સમય હતો જયારે લગ્ન ખુદ સાદગી અને પારપારંક રીતે થતાં જાેકે આજે કયાંક પરંપરા તો કયાંક ભપકાદાર લગ્નની ઉજવણીીનો દોર ચાલી રહયો છે. જેમાં ડેસ્ટીનીશન વેડીગ સાથે લગ્નમાં કંઈક નવું કરવાનો યુવક યુવતી અને તેના પરીવારજનો પ્રયત્ન કરતા હોય છે.
જાે કે તે વચ્ચે કચ્છના સુખપર ગામની એક યુવતી અને તેના પરીવારે હટકે લગ્ન કરવાનું નકકી કયું. યુવતી આજએ લગ્નના બંધનમાં બંધાશે પરંત ગઈકાલે ગોબરથી સજાવેલ મંડપમાં યુવતીનો માંડવો બંધાયેલ હતો.
ગાયનો મહીમા સમજાવવા માટે ગોબરથી તૈયાર કરાયેલ મંડપ માટે લગ્ન માટે સજાવાયો હતો. અઅને તેમાં યુવતીએ પણ તેની સાથે મીત્રો અને પરીવાર સાથે મળી ગોબરથી મંડલ શણગાવાનું કામ જાતે કર્યું હતુું. મોઘા સંગીત કાર્યક્રમ ડેસ્ટેનીશન વેડીગ અને ભપકેદાર લગ્ન આજની યુવતીઓઅ મોટાભાગે આવા લગ્ન કરવા માટે ઉત્સાહીત હોય છે.
સુખપરની એક યુવતીએ અનોખી રીતે લગ્ન કરવાનું નકકી કર્યું. નાનપણથી જ પરીવારમાં ગાય પ્રત્યે અપાર પ્રેમ તો પછી લગ્ન સમયે કે ભુલાય અને તેથી જ પહેલા લગ્ન માટેની કંકોત્રી ગાયના છાણમાંથી બનાવાઈ અને ત્યારબાદ લગ્ન માટેનો જે મંડપ તૈયાર થયો તે પણ ગાયના છાણમાંથી રવજીભાઈની પુત્ર નિશાના લગ્ન કચ્છમાં જ સુુરેશ સાથે નકકી થયા છે.
રવીવારે મંડપ રોપણ થયું તે આખુ ગાયના છાણમાંથી બનાવવામાં આવ્યું છે અને તેને ખુદ નિશા તેની માતા સવીતાબેન અને તેના મીત્રોએ તૈયાર કર્યું. લગ્નમાં ખુદના સાજ સજાવટ કરતા ગાયનો મહીલા અને તેના પ્રત્યેનો પ્રેમ દર્શાવવા માટે ૧ર દિવસ સુધી ખુદ પરીવારના સભ્યોએઅ મહેનત કરી મંડપનો શણગાર કર્યો છે.
આધુુનિકતાના રંગે રંગાયા વગર નિશાએ મંડપ તૈયાર કર્યો –ખાસ કરીને વર્તમાન સમયમાં લોકો આધુનીક રંગે રગાઈ પ્રીવેડીગ શુટ અવનવા પ્રકારની વાર-વધુની એન્ટ્રશી સહીતના પ્રકલ્પો અપનાવતા હોય છે. જાેકે આ તમામ ઝામ વચ્ચે લગ્નવીધી લગ્નચોરીમાં જે યોજાતી હોય છે. ત્યારે દેખાદેખીના યુગમાં મોઘાદાટ બિનજરૂરી છે.
ખર્ચ કરવાના બદલે પવીત્ર લગ્નબંધનમા વધુ પવીત્ર બનાવવા ભુજના સુખપુર ગામની નીશા મેપાણીએ પોતાના શુભ વિવાહ માટે વૈદીક લગ્ન મંડપ નિર્માણ કર્યો છે. જે હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ખેડૂત પુત્રી નિશાએ ગૌ મહીમાને ઉજાગર કરવા ખાસ મંડપ બનાવ્યો છે. આ માટે તેણે અને પરીજનોએ અથાગ પરીશ્રમ કર્યો છે.