દરિયા કિનારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ
નવી દિલ્હી, અરબી સમુદ્રમાં બનેલા Cyclone Mochaએ એક ભયંકર વાવાઝોડાનું રૂપ ધારણ કર્યું છે, જેના પછી અંડમાન અને નિકોબારમાં આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના મતે તે બાંગ્લાદેશ અને મ્યાનમાર તરફ આગળ વધે તેવી શક્યતા છે.
તોફાનના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે જાેરદાર પવન ફૂંકાશે. ગુરુવારે આ વાવાઝોડું વધુ શક્તિશાળી બનશે. હવામાન વિભાગે દરિયા કિનારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
અંડમાનમાં બુધવારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું હતું કે બંગાળની ખાડી પર સર્જાયેલ ઝ્રઅષ્ઠર્ઙ્મહી સ્ર્ષ્ઠરટ્ઠ શુક્રવાર, ૧૨ મે સુધીમાં ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે, જ્યાં પવનની ઝડપ ૧૩૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે વાવાઝોડું ૧૨ મેની આસપાસ બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ૧૨ કલાકમાં Cyclone Mochaના કારણે પવનની ઝડપ ૮૦-૯૦ કિમી પ્રતિ કલાક અને ૧૦૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે.
IMDએ તેના નિવેદનમાં કહ્યું કે Cyclone Mocha ના કારણે ૧૧ મે સુધીમાં ગલ્ફ ટાપુઓમાં ભારે વરસાદ થવાની અને ૧૨ મે સુધીમાં ઉત્તર-પશ્ચિમ તરફ જવાની સંભાવના છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ચક્રવાત ૧૨ મેના રોજ વધુ શક્તિશાળી થશે અને ૧૪ મેની આસપાસ બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે.
વિભાગે જણાવ્યું હતું કે માછીમારો અને નાના જહાજાે, બોટ અને ફિશિંગ બોટના સંચાલકોને મંગળવારથી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને અડીને આવેલા મધ્ય બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવે છે. રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા હતું.
વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસોથી મોટાભાગના વિસ્તારોનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાઈ રહ્યું હતું, પરંતુ શરૂઆતના દિવસોમાં રાહત મળ્યા બાદ ફરી એકવાર આકરી ગરમી પડશે. હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ આગામી દિવસોમાં દેશના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આ સિવાય કેટલાક ભાગોમાં તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે.SS1MS