૧ કિમી લાંબો અને ૧૬ ફુટબોલ ગ્રાઉન્ડ કરતા મોટો સ્વિમિંગ પૂલ, ૧૧૫ ફુટ ઊંડો
નવી દિલ્હી, જે લોકો નદી અથવા સમુદ્રમાં તરવાથી ડરતા હોય છે, તે સ્વિમિંગની પોતાની ઈચ્છાને સ્વિમિંગ પૂલમાં જઈને પુરી કરી લેતા હોય છે. સ્વિમિંગ પૂલ નાનો હોય છે, જેમાં દુર્ઘટના થવાનો ખતરો પણ ઓછો હોય છે અને સુરક્ષિત માહોલ પણ હોય છે. પણ દુનિયામાં એક એવો પણ સ્વિમિંગ પૂલ છે, જેમાં જતા લોકો ડરે છે. કારણ કે તે એટલો વિશાળ છે, કે જાે આપ ઊભા રહીને નજર દોડાવશો તો, આ એક જ પૂલ દેખાશે. તે દુનિયાનો સૌથી મોટો સ્વિમિંગ પુલ છે.
ચિલીના એલગારોબોમાં આવેલ સૈન એલફોન્સો ડેલ માર નામનો રિઝોર્ટ ખૂબ જ ફેમસ છે. પણ તેનાથી પણ વધારે ફેમસ છે આ રિસોર્ટનો સ્વિમિંગ પૂલ. રિઝોર્ટ્સમાં સ્વિમિંગ પૂલ એ બહુ મોટી વાત છે.
ત્યાં આવતા મહેમાનો તેમાં આવીને ન્હાય છે અને સમય વિતાવી એન્જાેય છે. પણ ચિલીના આ રિઝોર્ટની વાત કરી રહ્યા છીએ, તેનો સ્વિમિંગ પૂલ એટલો મોટો છે કે તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલ છે. લક્ઝૂરી લોન્ચેજ વેબસાઈટના રિપોર્ટ્સ અનુસાર આ સ્વિમિંગ પૂલ ૮૦ એકરમાં છે અને ૧ કિમીથી પણ વધારે મોટો છે. પૂલનો સૌથી ઊંડો ભાગ ૧૧૫ ફુટ ઊંડો છે. આપને જાણીને નવાઈ લાગશે કે ,આ પૂલમાં ૬૬ મિલિયન ગૈલન પાણી હોય છે.
કમ્પ્યુટરથી સંચાલિત સક્શન અને ફિલ્ટ્રેશન સિસ્ટમથી પૂલને સાફ રાખવામાં આવે છે. આ સિસ્ટમ મહાસાગરમાંથી પાણી ખેંચીને પૂલમાં લાવે છે અને તેને સાફ કરે છે. ક્રિસ્ટલ લૈગૂનના નામથી ફેમસ આ પૂલનો આકોર ૧૬ ફુટબોલના મેદાનથી મોટો છે.
આ પૂલ ૧૬ હજાર કરોડ રૂપિયામાં બનાવ્યો હતો અને વર્ષ ૨૦૦૬માં જનતા માટે આ પૂલ ખોલી દેવામાં આવ્યો હતો. આ પૂલમાં સામાન્ય જનતા નથી જઈ શકતી. ફક્ત રિઝોર્ટમાં રોકાતા લોકો જ તેમાં જઈ આનંદ લઈ શકે છે. આ પૂલને ચારેતરફથી સુરક્ષિત કરવામાં આવ્યો છે, જે કોઈ પણ દુર્ઘટનાને રોકે છે. આપ આ પૂલને એક છેડેથી બીજા છેડ જઈ શકશો નહીં.SS1MS