Western Times News

Gujarati News

પ્રાંતિજમાં તસ્કરોનો તરખાટ- એક જ રાત્રિમાં ચાર મકાનના તાળાં તોડ્યા

પાંચ તોલા સોનાના દાગીના તથા એક લાખ દશ હજાર ની રોકડ રકમ ની ચોરી.
પ્રાંતિજ ના ઇતિહાસ માં પટેલ વાસ મા ચોરી ની પ્રથમ ધટના.

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માં તસ્કરો નો તરખાટ એકજ રાત્રિમાં ચાર મકાનો ના તાળાં તોડી મકાન માંથી એક લાખ દશ હજાર ની રોકડ રકમ તથા પાચ તોલા સોનાના દાગીના ની ચોરી.

પ્રાંતિજ નાની ભાગોળ પટેલ વાસ ખાતે તસ્કરોઓ દ્વારા  ભરચક વિસ્તારમાં રાત્રીના સમયે ચાર બંધ મકાન ના તાળાં તોડી મકાનમાં પ્રવેશ કરી મકાન ની અંદર રહેલ સર સામાન અસ્તવ્યસ્ત કરી વેર વિખેર કરી તિજોરી માં રહેલ સોના ના દાગીના તથા રોકડ રકમ ની ચોરી કરી જાણે પ્રાંતિજ પોલીસ ને ચેલેન્જ આપી હોય તેવું હાલ તો જણાઈ આવે છે

ત્યારે હાલતો પટેલ વાસ માં રહેતાં પડયા  નરેન્દ્રભાઈ હરિપ્રસાદ ના મકાન માથી ૫૦ હજાર રોકડ તથા પટેલ ગોરધનભાઈ ઉગરાભાઇ ના મકાન માથી પાંચ તોલા સોનાના દાગીના તથા ૫૦ હજાર રોકડા તથા પટેલ  રહીબેન ગોપાલભાઇ ના મકાન માથી ૧૦ હજાર ની રોકડ રકમ ની ચોરી તથા પટેલ નવનીતભાઇ ભાઇલાલભાઇ ના મકાન માથી ચોરી થતાં પ્રાંતિજ પોલીસ ને જાણ કરવામાં આવી હતી

તો પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનોનોધી આગળ ની તપાસ હાથધરી છે તો પ્રાંતિજ નાનીભાગોળ ભરચક વિસ્તારમાં  પટેલ વાસ ખાતે ચોરી થઇ હોવાનું પ્રાંતિજ ના ઇતિહાસ માં પ્રથમ ધટના છે તો એપ્રોચરોડ ઉપર આવેલ ગંગોત્રી સોસાયટી માં પણ સ્વ.પીઆઇ પરેશભાઇ ત્રિવેદી ના બંધ મકાન માં પણ તસ્કરોએ મકાન ના તાળાં તોડી મકાનમાં ધુસી ધરમા રહેલ સરસામાન અસ્તવ્યસ્ત કરી હતી .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.