USA: 1.1 કરોડ નોન રેસિડેન્ટને નાગરિકતા આપવાની રૂપરેખા તૈયાર
બાઈડન સરકારે સંસદમાં નાગરિકતા વિધેયક રજુ કર્યું
વોશીંગ્ટન (અમેરીકા) આગામી દિવસોમાં અમેરીકાનાં નાગરીક બનવુ સરળ બની રહેશે.અમેરીકી સંસદમાં સતારૂઢ ડેમોક્રેટીક પાર્ટીએ અમેરીકી નાગરીકતા અધિનિયમ રજુ કર્યા છે. તેમાં ગ્રીનકાર્ડ માટે દેશોનો કોટા ખતમ કરવા અને એચ-1 બી વિઝા પ્રણાલીમાં ફેરફારની જોગવાઈ છે.
આ વિધેયકથી અમેરીકાની યુનિવર્સિટીમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જીનીયરીંગ અને ગણીતમાં ડીગ્રી (STEM DEGREE) હાંસલ કરનારાઓ માટે અમેરીકામાં રહેવુ આસાન થઈ જશે.
કોંગ્રેસ સભ્ય લીંડા સાંચેજ તરફથી રજુ અમેરીકી નાગરીકતા કાનુન 2023 માં બધા 1.1 કરોડ અપ્રમાણીત ઈમિગ્રેન્ટને નાગરીકતા આપવાની રૂપરેખા બનાવાઈ છે તેમાં દરેક દેશોની સીમાને ખતમ કરીને રોજગાર આધારીત ઈમિગ્રેશન પ્રણાલીમાં ફેરફારનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.
આથી ઓછા પગારવાળા ઉદ્યોગોમાં કામ કરી રહેલા લોકો માટે ગ્રીનકાર્ડ હાંસલ કરવા, એચ-1 બી વિઝાધારકો પર નિર્ભર લોકોને દેશમાં કામ કરવાની મંજુરી આપવા અને એચ-1 બી વિઝા ધારકોનાં બાળકોને આ પ્રણાલીથી બહાર રાખવાથી રોકવામાં મદદ મળશે.
શું છે એચ-1બી વિઝા-એચ-1 બી વિઝા એક બિન ઈમિગ્રેન્ટ વિઝા છે તે અમેરીકી કંપનીઓને એવા વ્યવસાયમાં વિદેશી કર્મીઓને એવા વ્યવસાયમાં વિદેશી કર્મીઓને નિયુકત કરવાની મંજુરી આપે છે. જેમાં સૈદ્ધાંતિક કે ટેકનીકલ વિશેષતાની જરૂર હોય છે.
ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાં દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતીઓ માટે એચ-1 બી વિઝા પર નિર્ભર રહે છે. ઉલ્લેખનીય છે કે 1.1 કરોડ નોન રેસીડેદન્ટ નાગરીકોને નાગરીકતા આપવાની રૂપરેખા અમેરીકી નાગરીકતા કાનુન-2023 માં બનાવાઈ છે.