બેંકના ATMમાંથી રૂા.ર૦૦ ના દરની ૩૮ નકલી નોટ મળી
વડોદરા, વડોદરામાં સુભાનપુરા વિસ્તારમાં આઈસીઆઈસી આઈ બેંકના એટીએમ મશીનમાં ર૦૦ની નકલી નોટો મળી આવી હતી. આ મામલે આઈસીઆઈ સીઆઈ બેંકની અટલાદરા શાખામાં બ્રાંચ મેનેજરેે વડોદરા ક્રાઈમ બ્રાંચમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસેે સીસીટીવીના આધારેે વધુ તપાસ હાથ ધરી છે.
ICICI બેંકની અટલાદરા શાખામાં બ્રાંચ મેનેજર આલોકભાઈ ખંડેરાવ શિંદેએ ફરીયાદ નોંધાવી હતી કે ક્રાઈમ બ્રાંચમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે આઈસીઆઈસીઆઈ બેંકના વડોદરાના શહેરના એટીએમ ના નાણાં અમારી શાખામાં જમા કરાવવામાં આવે છે. એટીએમમાં કેશ અનલોડીંગનું કામ સી.આર. એજન્સીનેે આપેલુ છે.
ગત તા.ર જી મે ના રોજ હું મારી ફરજ પર હાજર હતો એ સમય દરમ્યાન અમારા કેશિયર મમતાબેન પરમારેે મને જણાવ્યુ હતુ કે તા ૧ મલી મે ના રોજ એટીએમમાં કેશ લોડીંગ કરતાં સી.આર.એજન્સીના માણસો આઈસીઆઈસીઆઈ બેંકની સુભાનપુરા શાખાના એટીએમ ખાતે ગયા હતા.
જેના ક્શ ડીપોઝીટ મશીનના રીજેેક્ટેડ ટ્રેમાંથી રૂપિયા ર૦૦ના દરની ભારતીય ચલણની ૩૮ નોટો લાવ્યા હતા. તમે હાજર ન હોવાથી તેઓએ નોટો મને જમા કરાવી હતી. અને આ ચલણી નોટો નકલી હોવાનું માલુમ પડ્યુ હતુ. મેં અને કેશિયરેેેે અમારા કેશ શોર્ટીંગ મશીનમાં નાંખીન્ેેે ખાતરી કરતા ખરેખર નકલી નોટો હોવાનું માલુમ પડ્યુ હતુ.
ર૦૦ ના દરની નકલી નોટો કાર્તિકબહેનના એકાઉન્ટમાંથી ડીપોઝીટ કરવામાં આવી હોવાનું જણાય છે. હાલ આ નકલી નોટો મામલેેેે વડોદરા ક્રાઈમ બ્રાંચમાં પોલીસ ફરીયાદ નોધાવી છે.