મંદિર પાસે રમતી અઢી વર્ષની બાળકીનું ભેદી સંજાેગોમાં અપહરણ

રાજકોટ, મોરબી જીલ્લાના માળીયાના ખાખરેચી ગામે મંદિર પાસે રમતી અઢી વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યુ છે જ.ે બનાવ મામલેેે બાળકીની માતાએ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. માળીયા પોલીસેેે અપહરણનો ગુનો નોંધી બાળકીને શોધવા તપાસ હાથ ધરી છે. બાળકીનું અપહરણ કોણે, શા માટે કર્યુ એ ભેદ ઉકેલવા માટેે પોલીસે સઘન કવાયત હાથ ધરી છે.
મળ હળવદના ચરાડવાના વતની અને હાલ ખાખરેચી ગામે રહેતા હંસાબેન મેરામણભાઈ ચૌહાણે પોલીસ ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૮ મી મેના રોજ ખાખરેચી ગામેેેે છૂટક પ્લાસ્ટીકના વેપાર અર્થે ગયા હતા. બીજા દિવસે તા.૮મી મે ના રોજ સવારે ગામમાં ફેરી કરી બપોરના ઉતારી આવી જમીને બપોરના બે વાગ્યાના અરસામાં ફરીયાદી હંસાબેન, સાસુ અને જેઠ જમીને સુઈ ગયા હતા.
આ સમયે દિકરી લક્ષ્મી રમતી હતી.બપોરના અઢી વાગ્યે હંસાબેનની ઉંઘ ઉડતા જાગીને દિકરી લક્ષ્મીને શોધતા જાેવા મળી નહોતી. જેથી દિકરી બાબતે પૂછતા પરિવારના સભ્યોને જાણ નહોતી.અને આજુબાજુમાં તપાસ કરવા છતાં મળી આવી નહોતી. અને સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં પણ તપાસ કરતા પુત્રી લક્ષ્મીનો પતો લાગ્યો નહોતો.
આમ, ફરીયાદીની દિકરી લક્ષ્મી (ઉ.વ.ર) ખાખરેચી ગામેેે રામપીર મંદિર પાસે ખુલ્લા મેદાન પાસેથી ગુમ થઈ છે. જેને લઈને અજાણ્યા ઈસમે અપહરણ કરી ગયો હોય એવી માતાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. માળીયા પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પીએસઆઈ મયુર સોનારાએે જણાવ્યુ હતુ કે હાલ જુદી જુદી ટીમો બનાવી તપાસ ચાલુ છે.