Western Times News

Gujarati News

25 જુલાઇથી પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન સુપરફાસ્ટ તરીકે ચાલશે

પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 19202/19201 પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ વધારીને એક્સપ્રેસથી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં બદલવાનો તેમ જ તેના આવવા-જવાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુપરફાસ્ટ એક્સપ્રેસ થવાથી ટ્રેનના નંબરોમાં પણ ફેરફાર કરવામાં આવશે. અમદાવાદના મંડળ રેલ પ્રવક્તા અનુસાર તેની વિગતો નીચે મુજબ છે.

·         ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ 19.07.2023 થી અને ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 25.07.2023 તારીખથી સુપરફાસ્ટ ચાલશે. આ ટ્રેન દર મંગળવારે પોરબંદરથી 00:55 વાગ્યાનને બદલે 01:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બુધવારે 08:00 વાગ્યાને બદલે 7:40 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. પરત આવતા આ ટ્રેન દર બુધવારે સિકંદરાબાદથી  15:00 વાગ્યાને બદલે 15:10 વાગ્યે પ્રસ્થાન કરશે અને ગુરુવારે 22:05 વાગ્યેને બદલે 21:50 વાગ્યે પોરબંદર પહોંચશે.

·         ટ્રેન સુપરફાસ્ટ થવાથી આ ટ્રેન નંબરમાં પણ ફેરફાર કરવામાં આવશે.  12.09.2023 વાગ્યાથી ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદનો નંબર બદલી  20968 અને 13.09.2023 થી ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ-પોરબંદરનો નંબર બદલાઇને 20967 થઇ જશે. ઉલ્લેખનીય છે કે ટ્રેનને સુપરફાસ્ટમાં ફેરફાર કર્યા પછી ભાડાનું અંતર (Difference) મુસાફરો પાસેથી વસૂલ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.