RTOમાં લેભાગુ એજન્ટો પૈસા લઇ ભાગી જતા હોવાથી પોલીસની ચાંપતી નજર
અમદાવાદ શહેરના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારના આર.ટી.ઓ.માં અનઅધિકૃત ઇસમો કે ઇસમોની ટોળીના પ્રવેશ પ્રતિબંધ અંગે શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું
પોલીસ કમિશનર અમદાવાદ શહેરના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં (૧) પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, સુભાષબ્રિજ સર્કલની બાજુમાં, અમદાવાદ શહેર તથા (૨) પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, વસ્ત્રાલ, અમદાવાદ શહેર ખાતે આવેલ છે. As most of the agents in the RTO run away with the money, the police keep a watchful eye
આ કચેરીઓમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. સંદર્ભમાં જણાવેલા પત્રમાં દર્શાવેલ વિગત મુજબ આર.ટી.ઓ.માં એજન્ટ પ્રથા નાબુદ હોવા છતાં કેટલાંક ઇસમો કચેરીની આસપાસ અથવા કચેરીના નજીકના સ્થળે એકલા અથવા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરીકોને ઉલટી-સીધી વાતો કરી ભોળવીને લલચાવીને
તેમજ ગેરમાર્ગે દોરીને વચેટીયા (એજન્ટ) તરીકે કામ કરાવી આપવાનું જણાવી, જાહેર જનતાના પૈસા લઇ ભાગી જતા હોવાનું તથા છેતરપીંડી કરતા હોવાનું ધ્યાન પર આવેલ છે.
જેથી આવી પ્રવૃતિ અટકાવવા સારૂ ઉપરોક્ત બંન્ને કચેરીઓ ખાતે પોતાના સરકારી કામ માટે આવેલ હોય અથવા કામ કરતા હોય અથવા વ્યાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનઅધિકૃત ઇસમ અથવા ઇસમોની ટોળીને કચેરીના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઉભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશતા અટકાવવામાં આવે
તે જાહેર જનતાના હિતમાં જરૂરી જણાય છે. આથી હું પ્રેમ વીર સિંહ, ઇન્ચાર્જ પોલીસ કમિશનર, અમદાવાદ શહેર ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ના ૨૨માં અધિનિયમની કલમ ૩૭(૪) તથા ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના તા.૦૮/૧૧/૮૨ના નોટીફીકેશન નં.જીજી/ ૪૨૨૪ સીઆરસી/૧૦૮૨/એમ તથા
ગૃહ વિભાગના તા.૦૭/૦૧/૧૯૮૯ના સંકલીત જાહેરનામા નં.જીજી/ફકઅ/૧૦૮૮/૬૭૫૦/મ, અન્વયે મને મળેલ સત્તાની રૂએ અમદાવાદ પોલીસ કમિશનરની હકુમત વિસ્તારમાં આવેલ ઉપરોકત કચેરીઓ ખાતે કોઇપણ અનઅધિકૃત ઇસમો કે ઇસમોની ટોળી દ્વારા સદરહું કચેરીઓમાં આવતી જાહેર જનતાને ગેરમાર્ગે દોરી પૈસા પડાવવા જેવી ગેરકાયદેસર પ્રવૃતિ કરવાના ઇરાદાઓ ધરાવતી વ્યક્તિઓના ઉપરોકત કચેરીઓના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઉંભા રહેવા ઉપર તેમજ પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવું છુ.
આ હુકમ તા.૨૨/૦૫/૨૦૨૩ કલાક ૦૦/૦૦થી તા.૨૦/૦૭/૨૦૨૩ના કલાક ૨૪/૦૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા તે માટે મદદ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ સને. ૧૯૫૧ ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઇપણ પોલીસ અધિકારીશ્રીઓને જાહેરનામાંના ભંગ બદલ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરૂં છું.