દિલ્હીની આસપાસ હવે બે નવા શહેરો વિકસાવવામાં આવશે
નવી દિલ્હી, નોઈડા અને ગ્રેટર નોઈડા ઓથોરિટી (Noida) આગામી ૩ મહિનામાં ન્યૂ નોઈડા અને ન્યૂ ગ્રેટર નોઈડાની સ્થાપના માટે કામ શરૂ કરશે. તેઓ આગામી બે શહેરો માટે માસ્ટરપ્લાનને અંતિમ રૂપ આપશે. જે બાદ તેઓ જમીન ખરીદવાનું શરૂ કરશે. સીઈઓ રિતુ માહેશ્વરીએ (CEO Ritu Maheshwari) જુલાઈથી કામ શરૂ કરવાની ડેડલાઈન નક્કી કરી છે. બંને શહેરો માટે નોટિફિકેશન પહેલા જ જાહેર કરી ચૂકાયુ છે.
નોઈડા અને ગ્રેટર નોઈડામાં જમીનની સંભવિત અછતના કારણે આ બંને શહેરોને વિકસિત કરવામાં આવી રહ્યા છે. ગ્રેટર નોઈડામાં અમુક જમીન બચી છે, પરંતુ નોઈડા લગભગ સંપૂર્ણ રીતે વિકસિત થઈ ચૂક્યુ છે. રાજ્યના વિકાસને પાટા પર લાવવા માટે અધિકારી આ બંને શહેરોની યોજના બનાવી રહ્યા છે.
આ બંને શહેરોમાં જમીનની કિંમતો નોઈડા અને ગ્રેટર નોઈડા કરતા ઓછી હશે. દાદરી અને ખુર્જાની જમીનો વચ્ચે નવુ નોઈડા બનાવવામાં આવશે. દાદરી-નોઈડા-ગાઝિયાબાદ ઈન્વેસ્ટમેન્ટ રીજન જેને ન્યૂ નોઈડા કહેવામાં આવી રહ્યુ છે, ૮૭ ગામમાંથી સંપાદિત જમીનનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે.
અધિકારીઓએ સ્કુલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચરને પસંદ કર્યુ છે. સાથે જ આ વિસ્તારને જમીની સ્તરે વિકસિત કરવા માટે નોઈડા ઓથોરિટીને જવાબદારી આપવામાં આવી છે.
ન્યૂ ગ્રેટર નોઈડા ગ્રેટર નોઈડાના ફેઝ ૨ ની યોજના છે. આ પ્રોજેક્ટની દેખરેખ ગ્રેટર નોઈડા ઓથોરિટી કરી રહી છે. તેમણે એક ખાનગી કંપનીને ડ્રાફ્ટ તૈયાર કરવા માટે કહ્યુ છે. ન્યૂ ગ્રેટર નોઈડામાં ગૌતમ બુદ્ધ નગર સિવાય હાપુડ, બુલંદશહર અને ગાઝિયાબાદના ૧૫૦ ગામને સામેલ કરવામાં આવ્યા છે.
આનુ ક્ષેત્રફળ ૨૮૦૦૦ હેક્ટર હશે. કનેક્ટિવિટીની અછતના કારણે આ પ્રોજેક્ટ લેટ થઈ ગયો છે. જાેકે ગ્રેટર નોઈડા અને ન્યૂ ગ્રેટર નોઈડા વચ્ચે, દિલ્હી-હાવડા રેલ લાઈન અને રાષ્ટ્રીય રાજમાર્ગ ૯૧ હતો. ટ્રાઈસિટી અનુસાર માર્ચ ૨૦૨૪ સુધી ન્યૂ નોઈડા અને ન્યૂ ગ્રેટર નોઈડા પર ૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.