ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ઢગલા થયા
ઉનાળુ મગફળીના વાવેતરમાં આ વર્ષે પણ ભાવનગર નંબર વન
ભાવનગર, ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકના વાવેતરમાં મુખ્ય પાક મગફળી, બાજરી અને તલ હોય છે. જેમાં ઉનાળા આરંભે જ ગરમી પડવા લાગી છે. ત્યારે કુલ વાવેતર ૫૧,૭૦૦ હેકટરમાં થયું છે. જે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે. ભાવનગર જિલ્લામાં ઘાસચારાનું વાવેતર ૨૦,૦૦૦ હેકટરમાં થયું છે.
માર્ચના આરંભે ભાવનગર જિલ્લામાં કુલ ઉનાળુ વાવેતર ૧૮,૪૦૦ હેકટર હતુ તે હવે વધીને ૫૧,૭૦૦ હેકટર થઇ ગયું છે. ભાવનગર જિલ્લામાં ડુંગળીનુ઼ કુલ વાવેતર ૫૯૦૦ હેકટર થઇ ગયું છે. જિલ્લામાં ઉનાળુ વાવેતર શરૂ થયું છે. જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ બાજરીનું વાવેતર નોંધાયું છે.
ત્યારબાદ મગફળી, મગ અને ડુ઼ગળીનું વાવેતર નોંધાયું છે. આ ઉપરાંત ઘાસચારો અને શાકભાજીનું વાવેતર પણ વધ્યું છે.ભાવનગર જિલ્લામાં હાલ ઉનાળુ વાવેતર હજુ પણ શરૂ છે. ગુજરાત રાજ્યમાં ઉનાળુ વાવેતરમાં માર્ચના આરંભે મગફળીનું કુલ વાવેતર ૩૧,૧૦૦ હેકટરમાં થયું છે તેમાં એકલા ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર ૭૯૦૦ હેકટરમાં થયું છે.
એટલે કે ૨૫.૪૦ ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. આમ પણ દર વર્ષે ઉનાળુ વાવેતરમાં ભાવનગર જિલ્લો મગફળીના વાવેતરમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અગ્રતાક્રમે હોય છે. મગફળીના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં ભાવનગર જિલ્લો આ વખતે પણ પ્રથમ ક્રમે રહ્યો છે.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ મગફળી ના ૨,૨૩૩ ગુણીની આવક થઈ હતી. જેના મણના નીચા ભાવ ૯૫૧ રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ ૧૫૯૨ રૂપિયા સુધીના રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં નારિયેળના ૨૩૧૫૬ નંગની આવક થઈ હતી. મણનાં નીચા ભાવ ૪૧૫ રહ્યા હતા અને ઉંચા ભાવ ૧૭૦૦ રૂપિયા રહ્યા હતા.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણા ના ૧૪૨ કટ્ટા ની આવક થઈ હતી. જેના એક મણના નીચા ભાવ ૬૩૦ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ૯૯૫ રૂપિયા સુધીના રહ્યા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં, સફેદ ડુંગળીના ૧૬૯૩૮ કટ્ટા આવક થઈ હતી. મણના નીચા ભાવ ૧૨૫ રહ્યાં હતાં અને ઊંચા ભાવ ૩૨૯ રૂપિયા રહ્યા હતા.
મહુવા માર્કેટિં માં યાર્ડમાં લાલ ડુંગળીના ૭૪૫૩ કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ ૫૦ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ૩૧૯ રૂપિયા સુધીના રહ્યા હતા.