Western Times News

Gujarati News

નારણપુરા ખાતે 1.35 કરોડના ખર્ચે અત્યાધુનિક જીમ તથા લાઈબ્રેરીનું ઉદ્ઘાટન

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ₹ 1.35 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાવાળું જીમ અને ₹ 1.58 કરોડના ખર્ચે લાઈબ્રેરીનું નિર્માણ કરાયું

અમદાવાદના નારણપુરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અત્યાધુનિક જીમ અને લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ₹ 1.35 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાવાળું જીમ અને ₹ 1.58 કરોડના ખર્ચે લાઈબ્રેરીનું નિર્માણ કરાયું છે.  State-of-the-art gym and library inaugurated at Naranpura at a cost of 1.35 crores

જીમ્નેશિયમની સુવિધાની વાત કરીએ તો જીમમાં સેન્ટ્રલ એરકન્ડિશનની સુવિધા આપવામાં આવી છે. જેમાં કસરત માટેનાં અલગ અલગ આધુનિક સાધનો મૂકવામાં આવ્યાં છે. અને કસરત કરવા આવતાં યુવાનો માટે યોગ્ય ફિટનેસ ટ્રેનર પણ નિયુકત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ ચેન્જિંગ રૂમ, પીવાના પાણીની સુવિધા તથા પાર્કિંગની વિશાળ સુવિધા અપાઈ છે. સાથે સાથે મ્યુઝિક સિસ્ટમ પણ લગાડવામાં આવી છે.

લાઈબ્રેરીની સુવિધાની વાત કરીએ તો વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસીને વાંચી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે ઈ-લાઈબ્રેરીનું પણ નિર્માણ કરાયું છે. તથા દરેક વિદ્યાર્થી માટે પર્સનલ રીડિંગ ટેબલ અને દરેક બેઠક વ્યવસ્થામાં ચાર્જિંગ પોઇન્ટની સુવિધા આપવામાં આવી છે.

આ લાઇબ્રેરીમાં આશરે 150 જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જીમ્નેશિયમ તથા લાઈબ્રેરીનું બિલ્ડીંગ કુલ 3690 ચો.મી વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે.

આ લોકાર્પણ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મ્યુનિ. કમિશનર શ્રી એમ. થેન્નારસન, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.