ગુજરાત બાર કાઉન્સિલ એનરોલમેન્ટ ફીને નામે વકીલો પાસે 25 હજાર કઈ રીતે લઈ શકે ?!

ગુજરાત બાર કાઉન્સિલમાં સત્તાની ભાગબટાઈના રાજકારણમાં એનરોલમેન્ટ ફી રૂા. ૨૫ હજાર સુધી પહોંચી છે ત્યારે કિંગમેઈકર જે. જે. પટેલ આત્મનિરીક્ષણ કરે તે જરૂરી
ગુજરાત રાજયમાં ૧૯૬૧ માં વકીલની નોંધણી ફી રૂા. ૨૫૦/- હતી, પરંતુ ૬૨ વર્ષમાં સનદ નોંધણી ફી રૂા. ૨૫,૦૦૦/- થઈ ગઈ !!
તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે. બાર કાઉન્સિલ ઓફ ઈ ન્ડયાએ પરીક્ષા ફી માં વધારો કરાયો ગુજરાત બાર કાઉ ન્સલના શ્રી અનિલભાઈ કેલ્લા અને તેમના સાથીઓ સગવડીયું મૌન ધારણ કરી ગયા ?! ગુજરાત બાર કાઉ ન્સલની એનરોલમેન્ટ ફી રૂા. ૨૫,૦૦૦/- પહોંચી છતાં અનિલભાઈ કેલ્લા ચુપ રહ્યા ?!
અને હવે આનુસાંગિક ખર્ચાનો ખુલાસો કરે છે ?! ત્યારે ગુજરાત બાર કાઉ ન્સલ અનિલભાઈ કેલ્લાને ઠરાવ કરી રૂા. ૨૫,૦૦૦/- ના ફી વધારાનો બચાવ કરવા સુપ્રિમ કોર્ટમાં મોકલે ગુજરાતના વકીલો પણ જુએ કે તેએા સુપ્રિમ કોર્ટમાં ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ, જસ્ટીસ શ્રી પી. એસ. નરસિમ્હા તથા જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા સમક્ષ કેવી રજૂઆત કરે છે ?!
કારણ કે સુપ્રિમ કોર્ટની આ ખંડપીઠે સવાલ ઉઠાવ્યો છે કે, એડવોકેટ એકટ-૧૯૬૧ ની કલમ-૨૪(૧) માં જ સ્ટેટ બાર કાઉ ન્સલની એનરોલમેન્ટ ફી રૂા. ૬૦૦/- અને બાર કાઉ ન્સલ ઓફ ઈ ન્ડયાની એનરોલમેન્ટ ફી રૂા. ૧૫૦/- નકકી થયેલ છે ત્યારે દેશમાં જુદી જુદી રાજય બાર કાઉન્સિલ એનરોલમેન્ટ ફી ને નામે આટલી મોટી માતબર રકમ વકીલાત શરૂ કરનાર વકીલ પાસેથી કઈ રીતે લઈ શકે ?!
ગુજરાતના જાગૃત વકીલો કેમ મૌન છે ?! પોતાના પરિવારના વકીલ સભ્યોને આજે ન્યાય નહીં અપાવાય તો આવતી કાલે પક્ષકારોને ન્યાય કોણ અપાવી શકશે ?! સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે ઝાટકણી કાઢતા વેધક પ્રશ્ન કર્યાે છે કે, “વકીલાતનો વ્યવસાય એ જાહેર સેવા સાથે સંકળાયેલો વ્યવસાય છે રૂા. ૨૫૦૦૦/- થી ૪૦,૦૦૦/- ફી એનરોલમેન્ટ માટે ચૂકવવી પડતી હોય તો તે ચિંતાની વાત કહી શકાય”!! શું ગુજરાતના વકીલો માટે આ ચિંતાનો વિષય નથી ???!!
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
ગુજરાત બાર કાઉન્સિલના નેતા અનિલભાઈ કેલ્લાને રૂા. ૨૫ હજારની એનરોલમેન્ટ ફી નો બચાવ કરવા સુપ્રિમ કોર્ટમાં મોકલો તો ઘણી બધી હકીકત બહાર આવશે ?!
“જે “હાથ” ભુંસી શકે છે તે “હાથ” સાચું લખી પણ શકે છે” – મેઈસ્ટર એકહાર્ટ !!
મેઈસ્ટર એકહાર્ટ નામના વિચારકે કહ્યું છે કે, જે હાથ ભુંસી શકે છે તે જ સાચી વસ્તુ લખી શકે છે!! જયારે ઓલિવર ગોલ્ડ સ્મથે કહ્યું છે કે, કાયદો ગરીબો પર શાસન કરે છે અને ધનાઢયો કાયદા પર શાસન કરે છે!! ગુજરાત રાજયમાં ૧૯૬૧ માં વકીલની નોંધણી ફી રૂા. ૨૫૦/- હતી, પરંતુ ૬૨ વર્ષમાં સનદ નોંધણી ફી રૂા. ૨૫,૦૦૦/- થઈ ગઈ !!
અને વકીલાત માટેની પરીક્ષા ફી પણ અયોગ્ય રીતે વધારાઈ હોવાનો મુદ્દો સમગ્ર વકીલ આલમમાં ચર્ચાનો મુદ્દો ટોક ઓફ ધી બાર બન્યો છે !! કારણ કે વકીલાતનો વ્યવસાય માનવીય સંવેદના અને સેવાના અભિગમ સાથે જાેડાયેલો છે !! અને આ મુદ્દો ભારતની સુપ્રિમ કોર્ટ સમક્ષ વિચારાધીન બન્યો છે !! ત્યારે તેનું પરિણામ શું આવશે ?!
ગુજરાતના જુનીયર્સ વકીલો પાંચ વર્ષ માટે અભ્યાસ કરી પાસ થયા બાદ પણ એનરોલમેન્ટ ફી અને પરીક્ષા ફી માં થયેલા અભૂતપૂર્વ ફી વધારા સામે વકીલોના મતોથી ચૂંટાયેલા બાર કાઉ ન્સલના હોદ્દેદારો લાચાર ?!
લોનજાઈનસ નામના વિચારકે કહ્યું છે કે, પૈસા માટેનો પ્રેમ એક એવો રોગ છે જે માનવીને સૌથી વધુ દયામણો બનાવે છે!! શિક્ષણનું વેપારીકરણ કરનારા આ દેશના કેટલાક રાજકીય નેતાઓ છે !! ગુજરાત બાર કાઉ ન્સલનું રાજકીયકરણ થયા પછી વકીલો ભુલાયા છે !!
અને ગુજરાત બાર કાઉ ન્સલના કેટલાક નેતાઓ એ ભુલી જાય છે કે, તેઓ વકીલોના મત થી ચૂંટાયા છે !! વકીલોની નોંધણી ફી સને ૧૯૬૧ માં રૂા. ૨૫૦/ – હતી આજે જુદા જુદા હેડ હેઠળ રકમ વસૂલવાના કથિત કીમીયાગરો ગુજરાત બાર કાઉ ન્સલના ચૂંટાયેલા સભ્યો છે !! અને પક્ષકારોને ન્યાય અપાવવા નીકળેલા વકીલોને ગુજરાત બાર કાઉન્સિલના સભ્યોએ એટલા લાચાર બનાવી મુકયા છે કે, તેને માટે ન્યાય લેવા સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવવા પડયા છે ?!
ગુજરાતના બાર કાઉન્સિલના કિંગમેઈકર શ્રી જે. જે. પટેલે અંતરઆત્માનો અવાજ સાંભળવો જરૂરી
અમેરિકાના પ્રમુખ જહોન એફ. કેનેડીએ કહ્યું છે કે, બધાં સમાન પ્રતિભાશાળી ન હોઈ શકે પણ પ્રતિભા વિકસાવવાની તક તો બધાં ને સમાન જ હોવી જાેઈએ!! ગુજરાતમાં અનેક યુવાનો વકીલાતનો વ્યવસાય કરવા પોતાના જીવનના પાંચ કિંમતી વર્ષાે ખર્ચે છે અને ત્યારે વકીલ બને છે
ત્યારે ગુજરાતમાં એનરોલમેન્ટ ફી ચાલાકીપૂર્વક રૂા. ૨૫,૦૦૦/- વસૂલ કરાય છે તો ગુજરાત બાર કાઉ ન્સલના પૂર્વ ચેરમેન અને બાર કાઉ ન્સલના કથિત રાજકીય સમરસ જુથના કિંગમેઈકર શ્રી જે. જે. પટેલનું વહીવટી ક્ષેત્રે કાંઈ ચાલતુ નથી કે શું ?!
આ અંગે આત્મનિરીક્ષણ નહીં કરે તો ગુજરાત બાર કાઉ ન્સલના સમરસ જુથના સત્તાવાંચ્છુક અનિલભાઈ કેલ્લા જેવાના ચૂંટણીમાંથી સુપડા સાફ થઈ જશે અને કર્ણાટક વાળી થશે !!