દુકાનદારોને અંગૂરી સ્ટાઈલની સાડીઓ બતાવવા માટે કોઈ પૂછે છે ત્યારે મારી ખુશીનો કોઈ પાર હોતો નથી
સાડી મહિલાઓમાં વિવિધ અવસરો માટે મનોહર અને ફેશનેબલ પોશાક તરીકે મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ફેશનની વાત આવે ત્યારે લોકો મોટે ભાગે તેમનાં વહાલાં પાત્રોની સરાહના કરે છે અને તેમની સ્ટાઈલનું અનુકરણ કરવા પર ભાર આપે છે.
એન્ડટીવી પર મહિલા પાત્રોએ ભારતીય ટેલિવિઝન પર સાડીના પ્રવાહને લોકપ્રિય બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આમાં નેહા જોશી (યશોદા, દૂસરી મા), કામના પાઠક (રાજેશ, હપ્પુ કી ઉલટન પલટન) અને શુભાંગી અત્રે (અંગૂરી ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.
એન્ડટીવી પરનો શો દૂસરી મામાં યશોદાની ભૂમિકા ભજવતી નેહા જોશી કહે છે, “મને શક્તિ અને સાદગીનું દ્યોતક મારું પાત્ર બહુ ગમે છે. આમ છતાં તેનો શોમાં દેખાવ ખરેખર મને મોહિત કરે છે. તે સાડી ઝારણ કરે છે જે એકંદર દેખાવમાં તેને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઉત્તર પ્રદેશની પાર્શ્વભૂ સામે સ્થાપિત યશોદા સમર્પિત માતા અને દાખલારૂપ સાસુ તેમ જ અનુકંપા ધરાવતી સમાજસેવિકા તરીકે તેની ભૂમિકાઓ પરિપૂર્ણ કરે છે. ક્રિયેટિવ ટીમે આ વિવિધ ભૂમિકાઓને ઉત્તમ રીતે પૂરક તેના સાડીઓનું કલેકશન ઉત્તમ રીતે તૈયાર કર્યું છે. તમને મારું પાત્ર યશોદા મોટે ભાગે આહલાદક પેસ્ટલ છાંટમાં બ્રોડ બોર્ડર સાથે મનોહર પ્લેન કોટન સાડીઓમાં જોવા મળશે.
બ્લાઉઝ પર મનોહર પ્રિંટ્સ સાથે ધારણ કરેલી આ ક્લાસિક કોટન સાડીઓ તેના વ્યક્તિત્વ સાથે તેજસ્વી રીતે સુમેળ સાધે છે. યશોદા સાડી ધારણ કરે છે અને પોતાને સહજ આગળ લઈ જાય છે, જે તેના પાત્રની ખૂબીનો દાખલો છે. મારા પોતાના જીવનમાં મને યશોદાની સ્ટાઈલનું પ્રતિબિંબ ડોવા મળે છે.
મારી પાસે કોટન સાડીઓનું અદભુત કલેકશન છે, જે હું મેળાવડાઓ, પાર્ટીઓ, વિધિસર અવસરો અને પારંપરિક સમારંભો માટે ધારણ કરું છું. સાડી સ્ટાઈલનું શક્તિશાળી સ્ટેટમેન્ટ છે, જે મનોહરતા અને બોલ્ડનેસને આસાનીથી જોડે છે. મારે માટે તે મનોહરતા અને સ્વ– અભિવ્યક્તિનું પ્રતિક રહી છે.”
હપ્પુ કી ઉલટન પલટનની કામના પાઠક ઉર્ફે રાજેશ કહે છે, “શો ખરેખર સાડીઓની અદભુત પસંદગી થકી રાજેશના પાત્રને તેજસ્વી બનાવે છે. કાનપુરની સ્વર્ણિમ પાર્શ્વભૂ સામે સ્થાપિત તેનો વોર્ડરોબ ખાસ પારંપરિક કૃતિઓ સાથે ધારણ કરાતી સાડીઓથી ભરચક છે.
રાજેશની સ્ટાઈલની અગ્રતા દેશી સાડીઓ પ્રત્યે ઝુકાવ ધરાવે છે, પરંતુ અદભુત પ્રિંટ્સ સાથે તે તેની જોડ બનાવીને ટ્વિસ્ટ ઉમેરે છે. ખરેખર આ જોવા જેવું છે, કારણ કે રાજેશ તેના ફિલ્મી અવતારમાં દરેકને મંત્રમુગ્ધ કરે છે. તેની સાડીઓ તેજ આલેખિત કરે છે અને તે ધારણ કરે એ દરેક જોડ સાથે તેના સૌંદર્યને વધારે છે.
અંગત રીતે સાડીઓ મારા મનમાં અત્યંત વિશેષ સ્થાન ધરાવે છે. તેમને માટે મારો પ્રેમ યુવા વયથી છે અને મેં પ્રવાસની દુનિયામાં સાહસ ખેડ્યા પછી મેં મુલાકાત લીધેલાં વિવિધ શહેરોમાંથી અસલ પારંપરિક સાડીઓ ભેગી કરવાથી પોતાને રોકી શકી નહીં.
સમય પસાર થવા સાથે મારી સાડીઓનું કલેકશન એટલું વધ્યું કે આ ખજાનો સંગ્રહ કરવા માટે સમર્પિત જગ્યા નિર્માણ કરવી પડી. અમુક લોકો ખાસ કરીને શૂટ દરમિયાન સાડી રોજ પહેરવાનું મુશ્કેલ જણાઈ શકે છે ત્યારે મારે માટે આ થેરાપ્યુટિક અનુભવ ભરપૂર ખુશી આપે છે.”
ભાભીજી ઘર પર હૈની શુભાંગી અત્રે ઉર્ફે અંગૂરી ભાભી કહે છે, “સાડીની સ્ટાઈલની વાત આવે ત્યારે અંગૂરી અને શુભાંગી અસલી માહેર છે (હસે છે). અંગૂરીનું શોમાં પાત્ર એકદમ ફેશન આઈકોનું છે, જે મંત્રમુગ્ધ કરનારી વિવિધ પ્રકારની સાડીઓમાં લપેટાયેલી જોવા મળે છે
અને દરેક સ્ટાઈલ સાથે નીડરતાથી અજમાયશ અકલ્પનીય છે. તેનું ડ્રેસિંગ એવો વિસ્તાર છે, જેની કોઈ સીમા નથી, તેણે જીત મેળવી નહીં હોય તેવી કોઈ સ્ટાઈલ નથી. તે પોતે ધારણ કરે છે અને નીડરતાથી દરેક ફેશનના પ્રવાહમાં ઊંડાણમાં ઊતરે છે. તેનું લહેંગા અને ચોલી સાડીનું ખાસ ટુ–પીસ કોમ્બે દુપટ્ટા સાથે સુંદર રીતે જોડી જમાવતો સાદગીપૂર્ણ લૂક છે.
અંગૂરીની સ્ટાઈલિંગ મોટે ભાગે વિદેશી છાંટ સાથે દેશી સ્પર્શને સંમિશ્રિત કરે છે, જે એવું ફ્યુઝન નિર્માણ કરે છે જે પોતાની રીતે અજોડ છે. તેની સ્ટાઈલ સ્ટેટમેન્ટ પ્રદર્શિત કરવામાં બેજોડ વ્યક્તિગતતા અને મનોહરતા હંમેશાં તે પડદા પર આવે ત્યારે ધ્યાન ખેંચે છે.
હું મૂળ ઈન્દોરની હોઈ જ્યારે પણ મારા વતનમાં જાઉં ત્યારે મારી ફ્રેન્ડ્સ અને સંબંધીઓ તેમનાં શોપિંગનાં સાહસોની વાર્તા કહે છે, દુકાનદારોને અંગૂરી સ્ટાઈલની સાડીઓ તેમને બતાવવા માટે પૂછે છે ત્યારે મારી ખુશીનો કોઈ પાર હોતો નથી. અંગૂરીની ફેશનની પસંદગીઓએ લોકોનાં મન અને હૃદય પર જે પ્રભાવ પાડ્યો છે તે તેનો દાખલો છે.
અંગૂરી અને મારે માટે સાડી ધારણ કરવાથી અમારી સ્ત્રૈણ બાજુ પ્રજ્જવલિત થઈને ગ્લેમરનો નિર્વિવાદ સ્પર્શ ઉમેરે છે, જે ક્યારેય દોહરાતો નથી. આ બેજોડ સંયોજન અનોખું તરી આવે છે અને ઉત્તમ છાપ છોડે છે.”