Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલ ખાતે વિનામૂલ્યે કરેલી સારવારે વંશિકાનું જીવન પુનઃધબકતું કર્યુ

આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત હ્યદયમાં કાણું હોવાનું સ્ક્રીનીંગ થયું હતુ તેવી માત્રોજની વંશિકાને નવું જીવંતદાન મળ્યું

રૂ.૩ લાખ જેવી માતબર રકમનું ઓપરેશન અમદવાદ સિવિલ ખાતે વિનામૂલ્યે થયું સતર્કતા, સાવચેતી અને સમયોચિત્ત મળેલી સારવારે વંશિકાનું જીવન પુનઃધબકતું કર્યુ

વડોદરા,  સ્વાસ્થ્ય સારું હોય તો માણસ ધારે એ કરી શકે છે.. સ્વાસ્થ્ય અને કલ્યાણકારી કાર્યક્રમોના અમલીકરણ માટે ગુજરાત રાજયનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સતત પ્રયત્નશીલ છે. છેવાડાના નાગરિકને પૂરતી સારવાર અને સહાય પહોંચાડી અનેકના જીવ બચાવી લેવામાં આવ્યા છે.

આવું જ કંઇક કરજણ તાલુકાના માત્રોજની વંશિકા પરમાર સાથે બન્યું એબહુ થોડા સમયની સાવચેતી, સતર્કતા સાથે બચી ગઇ તેનો હર્ષ તેના માતા અને પરિવારજનોના ચહેરા પર જોવા મળે છે. અત્યારે તો વંશિકા પરમાર ૧ વર્ષ અને ૧ માસની વય ધરાવે છે… પણ વંશિકા પરમારને જન્મજાત હ્યદયમાં કાણું હતુ…. પણ તેની આ તકલીફથી પરિવારજનો જ્ઞાત નહોતા… વંશિકાને માતાનું દૂધ લેવામાં તકલીફ થતી..

ત્યારે વંશિકાના માતા પ્રવીણાબને ખૂબ ચિંતિત થઇ જતા.. તેમણે આજુબાજુ તમામ રીતે થાય એ રીતે સારવાર લેવા પ્રયત્નો કરી જોયા પણ આ સમસ્યાનું નિદાન અને નિરાકરણ મળ્યું નહિ…

પછી તેમને રાજય સરકારના આરોગ્ય કેન્દ્ર પરથી તપાસ, નિદાન, સારવાર સહિત સહાય મળી. આમ, ત્રણ-ચાર માસની બાળકીને વ્હારે આવી રાજય સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓ…

વંશિકાનું બાળપણ ધબકતું કરવામાં મોટો ફાળો છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય મિશન અંતર્ગત ચાલતા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો… બાળકો અભ્યાસ કરતા હોય તેમને આરોગ્યલક્ષી કોઇ સમસ્યા હોય તો તેની તપાસણી જરૂરી છે. કેટલાક કિસ્સાઓમાં બાળક અને માતા-પિતાને ધ્યાનમાં પણ ન હોય અને આરોગ્ય તપાસણી કાર્યક્રમ થકી બાળકના સ્વાસ્થ્યની ચકાસણી થાય અને તેને સમયોચિત્ત યોગ્ય સારવાર મળતા નવી જિંદગી મળે છે.

ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા પરમાર પરિવારના પ્રવીણાબેન વંશિકાના માતા છે તેમણે જણાવ્યું કે, વંશિકાનો જન્મ તા.૧ ઓકટોબર-૨૦૧૮ના રોજ થયો છે તેને હ્યદય સંબંધિત આ સમસ્યાને લીધે એ ખોરાક લઇ શકતી નહોતી તે ઘણો ચિંતાનો વિષય હતો. તેની આટલી કૂમળી વયમાં શારિરીક વિકાસ અને ટકી રહેવા માટે માતાનું દૂધ જ હોય પરંતુ વંશિકા એ જ નહોતી લઇ શકતી. તેની સારવાર અર્થે આરોગ્ય કેન્દ્ર મારફતે કેમ્પમાં ભાગ લીધો અને એસએસજી હોસ્પિટલ વડોદરા અને ત્યાંથી અમદાવાદ સિવિલ ખાતે સારવાર મેળવી. (treatment of heart at SSG hospital and Civil hospital ahmedabad) એ સર્જરીનો ખર્ચ સામાન્ય પરિવાર માટે અધધ કહેવાય.. વંશિકાની સારવાર થઇ તેનો ખર્ચ રૂ.૩ લાખ કે તેથી વધુ હોય.. ઇમરજન્સીમાં તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી અને તેની સારવાર થઇ અને તેનો જીવ બચી ગયો તો એને નવું જીવંતદાન મળ્યું છે. રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓએ વંશિકા જેવી કેટલીય વ્યક્તિઓના જીવ બચાવ્યા છે.

કરજણ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી જે.બી. સિંઘે જણાવ્યું કે, (Karjan Taluka health office J. B. Singh) વંશિકાને હ્યદયમાં કાણું હતુ , ઓક્સિજન લેવલ ઓછું હોય ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાય છે. કુપોષણની સમસ્યા પણ સર્જાય છે અને જીવનું જોખમ રહે છે. સામાન્ય રીતે આવી તકલીફમાં બાળકની સ્થિતિ નાજુક થઇ જાય છે અને તેનું શરીર લડત આપી શકતું નથી.

આ સમસ્યાના નિવારણ અર્થે ઓપરેશનનો ખર્ચ અંદાજે રૂ.૩લાખ સુધી થાય છે. વંશિકાને રાજય સરકાર દ્વારા અમલી યોજનાઓ તળે લાભ મળ્યો, સિવિલમાં સારવાર મળી તો તેનું આ ઓપરેશન તદ્દન વિનામૂલ્યે થતાં તેના પરિવારજનોને રાહત અનુભવાઇ છે.

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય મિશનના વડોદરા જિલ્લાના લાયઝન ઓફિસરશ્રી ડૉ. ભલ્લુએ જણાવ્યું કે, ગત વર્ષે તા.૧૯ નવેમ્બર-૨૦૧૮ના રોજ માત્રોજ આંગણવાડી ખાતે વંશિકાને હ્યદયમાં કાણું હોવાનું સ્ક્રીનીંગ થયું હતુ. આવા જ સમયે વર્લ્ડ હાર્ટ ડેના દિવસે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટ્રીકલર હોસ્પિટલ ખાતે કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેમાં હ્યદય રોગ નિષ્ણાંતોએ વંશિકાની તકલીફના નિવારણ અર્થે તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડવા જણાવ્યું ગણતરીની ક્ષણોમાં તેને વડોદરાની એસએસજીમાં દાખલ કરવામાં આવી અને ત્યાંથી જરૂરી હોય તેને વેન્ટીલેટર પર અમદાવાદ સ્થિત યુ.એન. મહેતા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી.

શ્રી ભલ્લુએ વધુમાં કહ્યું કે, હ્યદયની આ સમસ્યા એવી હતી કે, શુધ્ધ-અશુધ્ધ લોહી ભેગું થઇ જતું હતુ તેના કારણે અવયવો સુધી લોહીની ઓક્સિજન કે ખોરાક પહોંચાડવાની ક્ષમતા ઓછી થઇ જતી હોય છે. ચાર માસની વય ધરાવતી વંશિકાની આ સમસ્યા હતી ત્યારે જો એવા સમયે તેને અમદાવાદ સિવિલ પહોંચવામાં કે તેની સારવાર શરૂ કરવામાં થોડોઘણો પણ સમય લાગે તો બાળકનું બચવું મુશ્કેલ હતુ.  તજજ્ઞ તબીબો દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું અને વંશિકાને ફરી નવી જિંદગી મળી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.