દાહોદમાં દબાણ હટાવાયા બાદ ભંગાર વિણતી વખતે બેનાં મોત
દાહોદ, દાહોદમાં સોમવારે વહીવટી તંત્રની ટીમો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરી હતી જેમાં તળાવની પાળ ઉપર આવેલા દૂર કરવામાં આવ્યા હતા. અને દબાણ તોડયાના થોડીક જ મિનિટોમાં ભંગાર વીણવા માટે લોકોની કીડીયારો ઉભરાયો હતો.
ગરમીમાં વીતેલા સપ્તાહમાં ભંગાર વીણવાની કામગીરી દરમિયાન બે જુદા જુદા સ્થળે વ્યક્તિઓના મોત નીપજયા હોવાનું સામે આવ્યું છે. જાેકે મોત અંગેના બનાવમાં કોઈપણ સરકારી ચોપડે ઔપચારિક રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી નહોતી.
દાહોદ શહેરમાં તાજેતરમાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કરાતા નાના અને ગરીબ કુટુંબના સંખ્યાબંધ લોકો જાણે કચરામાંથી સોનુ કાઢતા હોય તેમ કાટમાળમાંથી સળિયા, બારી દરવાજા, શટર, સહિતના અન્ય ભંગાર વસ્તુઓ એકત્ર કરવામાં વહેલી સવારથી મોડી રાત સુધી ભંગાર કાઢવાની કામગીરીમાં જાેતારાયા હતા.
જાેકે આ કામગીરી દરમિયાન વીતેલા સપ્તાહમાં દાહોદ તાલુકાના અભલોડ ગામનો એક વ્યક્તિ તેની પત્ની સાથે છેલ્લા બે દિવસથી કશું ખાધા વગર આકરા ઉનાળાના તાપમાં સવારથી સાંજ સુધી ભંગાર એકત્ર કરી ભીલવાડા ખાતે વેચવા ગયો હતો જયાં તેના છાતીમાં દુખાવો ઉપડતા તેનું મોત નીપજયું હતું
જયારે બીજા બનાવમાં ભંગાર વીણવાની કામગીરી દરમિયાન એક યુવકના માથામાં પથ્થર વાગતા તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જાેકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું.