Western Times News

Gujarati News

પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો

(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લા સમેત અન્ય વિસ્તારોમાં ગૌ-વંશોને કતલખાને ધકેલવાના ઓર્ગેનાઈઝડ ક્રાઈમના સિન્ડીકેટ ચેહરાઓ દ્વારા ઉભા કરવામાં આવેલા આ ભયના સામ્રાજ્ય સામે ગુજરાતમાં સૌ પ્રથમ ગોધરા બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી ૨૦૨૨માં

ધ ગુજરાત કન્ટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ એકટ-૨૦૧૫ ગુજસીટોક કાયદા હેઠળ ગુન્હો નોંધીને ૬ આરોપીઓની તત્કાળ ધરપકડ કરવામાં આવી હતી. આ ગુજસીટોક ગુન્હામાં છેલ્લાં એક વર્ષ ઉપરાંતથી વોન્ટેડ રહીને નાસતા ફરતા આરોપી મહેફુઝ યાકુબ હયાત

રહે.ઈદગાહ મહોલ્લાને ગોધરા સ્થિત પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ચોક્કસ બાતમીના આધારે વાવડી ટોલ નાકા ખાતેથી ઝડપી પાડ્યો હતો. પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની ચાલી રહેલ સઘન ઝુંબેશમાં પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડના પી.એસ.આઈ. બી.એમ.રાઠોડને ગુપ્ત બાતમી મળી હતી

એક વર્ષ ઉપરાંતથી ગુજસીટોક ગુન્હામાં વોન્ટેડ આરોપી મહેફુઝ યાકુબ હયાત અમદાવાદ હાઈવે ઉપરથી ગોધરામાં આવી રહયો હોવાની ચોંકાવનારી જાણકારીઓ સાથે પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ગુપ્તરાહે વાવડી ટોલ નાકા પાસે નાકાબંધી કરીને ગુજસીટોક ગુન્હાના વોન્ટેડ આરોપી મહેફુઝ યાકુબ હયાતને ઝડપી પાડ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.