ડોલર મજબૂત બનતાં સોનાએ ચમક ગુમાવી: ભાવ 60 હજાર નજીક
મુંબઈ, સોનાના ભાવ 4થી મે, 2023ના રોજ ઔંશ દીઠ 2080 ડોલર પરથી ઘટીને 17મી મે, 2023ના રોજ ઔંશદીઠ 1989 ડોલરે પહોંચ્યા છે. એમસીએક્સ પર સોનાના ભાવ આ જ સમયગાળાં 10 ગ્રામ દીઠ રૂ. 62,000થી ઘટીને 10 ગ્રામદીઠ આશરે રૂ. 60,927 થયા છે.
એન્જલ વન લિ. ના એવીપી- રિસર્ચ, નોન- એગ્રી કોમોડિટીઝ એન્ડ કરન્સીઝ શ્રી પ્રથમેશ માલ્યા જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓએ તાજેતરમાં એવી ટિપ્પણી કરી કે તાજેતરના સપ્તાહોમાં આર્થિક ડેટામાં અંતર્ગત મજબૂતી ઉપરાંત હાલપૂરતા સમય માટે વ્યાજ દર કાપ વિરામ લઈ શકે છે, જે પછી સોનાના ભાવોએ હાલમાં તેની ચમક ગુમાવી છે.
યુ.એસ. રિટેઈલ વેચાણ એપ્રિલમાં અપેક્ષા કરતાં ઓછું વધ્યું, પરંતુ અંતર્ગત પ્રવાહ મજબૂત રહ્યો હતો, જે સૂચવે છે કે આ વર્ષે મંદીનાં વધતાં જોખમ છતાં બીજા ત્રિમાસિકમાં ગ્રાહકોની ખર્ચશક્તિ મજબૂત રહેવાની શક્યતા છે. રિટેઈલ વેચાણમાં વધારાથી એપ્રિલમાં નોકરીઓમાં મજબૂત વૃદ્ધિ થઈ છે, જે સૂચવે છે કે અર્થવ્યવસ્થા ફેબ્રુઆરી અને માર્ચમાં ધીમી પડેલી પ્રવૃત્તિઓ પછી પલટવાર અનુભવી રહી છે. ખર્ચશક્તિ તંગ શ્રમબજારને આભારી મજબૂત પગાર વધારા દ્વારા અધોરેખિત થાય છે.
આગળ જતાં અર્થવ્યવસ્થામાં મજબૂતી જીડીપીના આંકડાંઓમાં પ્રદર્શિત થઈ શકે છે. અર્થવ્યવસ્થા ગત ત્રિમાસિકમાં 1.1 ટકાના વાર્ષિકીયદરે વધી છે. એટલાન્ટા ફેડે હાલમાં બીજા ત્રિમાસિકમાં 2.7 ટકાની ગતિએ જીડીપીમાં વધારો થશે એવો અંદાજ આપ્યો છે.
યુએસની અર્થવ્યવસ્થામાં મજબૂત, વધતો ડોલર અને તાજેતરના આર્થિક આંકડાઓમાં મજબૂતી આગામી સપ્તાહોમાં સોનાના ભાવોમાં કરેકશન આવી શકે એવા સંકેત છે. અમે ધારીએ છીએકે આંતરરાષ્ટ્રીય બજારો નજીકના સમયમાં 1940 ડોલર (CMP: $1988/0z)ની નીચી સપાટીએ આવી શકે છે અને એમસીએક્સ ગોલ્ડના ભાવો આ જ સમયગાળામાં 10 ગ્રામ દીઠ રૂ. 59,000 સુધી (CMP: 60200/10 gms) નીચે આવી શકે છે.