Western Times News

Gujarati News

વાહ રે ભ્રષ્ટાચાર: રૂા.ર કરોડના બગીચાના જાળવણી માટે વાર્ષિક 35 લાખ ખર્ચ થશે

દર વરસે રૂા.૩પ લાખ -એટલે કે મહિને અંદાજીત 3 લાખનો ખર્ચ -બગીચા માટે ૮ કલાકની સીફટ મુજબ બે માળી રાખવામાં આવે તો માળી દીઠ માસિક રૂા.રપ૦૦૦ હજારની ગણતરી કરીએ તો વધુમાં વધુ રૂા.પ૦ હજારનો ખર્ચ થાય.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ દલા તલવાડી વાર્તાની યાદ અપાવી જાય છે જેમાં બે ચાર રીંગણાના બદલે ૧૦-૧ર રીંગણાનો સીધે સીધો વહીવટ થઈ જાય છે. 35 lakhs will be spent annually to maintain the garden worth Rs 2 cr

આ ઉપરાંત કેટલાક સંજાેગોમાં ખાતર ઉપર દિવેલ પણ થાય છે. લાભા વોર્ડમાં (Lambha Ahmedabad) બગીચાના મેન્ટેન્સ માટે બે દિવસ અગાઉ આપવામાં આવેલો કોન્ટ્રાકટ આ બંને કહેવતોને યથાર્થ સાબિત કરી રહયો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા લાંભા વોર્ડના વોર્ડના લાંભા ગામમાં તળાવ ડેવલપ કરવામાં આવ્યું છે પરંતુ તેની આસપાસની જગ્યા પર કોઈ જ કામ કરવામાં આવ્યા ન હતાં તેથી મ્યુનિ. બગીચા ખાતા દ્વારા તળાવની ફરતે એક નાનકડો બગીચો તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ગીચ વન, થોડા વૃક્ષો અને લેન્ડસ્કેપીંગ તૈયાર કરવામાં આવ્યા છે

આ બધું તૈયાર કરવા પાછળ રૂા.ર કરોડનો ખર્ચ થયો છે. સામાન્ય સંજાેગોમાં મ્યુનિ. બગીચાઓ તૈયાર થયા બાદ તેની દેખરેખ માટે અમુલ ને સોંપી દેવામાં આવે છે પરંતુ લાંભા લેક ના બગીચામાં કમિટી ચેરમેન અને ખાતાના ઉચ્ચ અધિકારીઓ કંઈક અલગ જ કરવાનો વિચાર કર્યો હતો

જેના ફળસ્વરૂપ રૂા.ર કરોડના ખર્ચથી તૈયાર થયેલો બગીચાની માવજત માટે એક અલગ જ કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે જેને દર વરસે રૂા.૩પ લાખ ચુકવવામાં આવશે મતલબ કે બગીચાની કુલ કિંમતના ૧પ ટકા કરતા પણ વધુ રકમ દર વરસે માત્ર પાણી છંટકાવ અને વૃક્ષોના કટીંગ માટે ખર્ચ કરવામાં આવશે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ આટલા નાનકડા બગીચા માટે ૮ કલાકની સીફટ મુજબ બે માળી રાખવામાં આવે તો માળી દીઠ માસિક રૂા.રપ૦૦૦ હજારની ગણતરી કરીએ તો વધુમાં વધુ રૂા.પ૦ હજારનો ખર્ચ થાય. પરંતુ અહીં ધાર્યું શાસકોનું થાય તેમ લાગી રહયું છે જેના કારણે જ દર વરસે રૂા.૩પ લાખ ચુકવાશે. જાે આ રીતે જ સતત પાંચ વર્ષ કોન્ટ્રાકટ આપવામાં આવે તો પ વર્ષ બાદ બગીચાની પડતર કિંમત લગભગ બમણી થઈ જશે અને કોન્ટ્રાકટરની તીજાેરી છલકાઈ જશે.

અત્રે નોંધનીય છે કે મ્યુનિ. બગીચા ખાતામાં છેલ્લા દોઢ દાયકાથી માત્ર ત્રણ-ચાર કોન્ટ્રાકટરોની જ બોલબાલા રહી છે આ કોન્ટ્રાકટરો જ રોપા સપ્લાય કરે છે.

ટ્રીગાર્ડ પણ આ જ કોન્ટ્રાકટરો સપ્લાય કરે છે મેઈન પાવર સપ્લાયમાં પણ તેમની માસ્ટરી છે ! તેમજ બગીચાના ઓપરેશન મેઈન્ટેન્સ પણ તે પૈકી એક જ સોંપવામાં આવ્યું છે અહી ‘કાગ ને બેસવું અને ડાળ ને પડવું’ તે કહેવત યથાર્થ સાબિત થતી નથી. કાગડો પહેલેથી જ મજબુત ડાળ પર બેઠેલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.