દેશમાં રોજ થાય છે ૧ અરબ UPIથી પેમેન્ટ કરાય છે
નવી દિલ્હી, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન યૂપીઆઈ વડે પેમેન્ટ કરવાનું ચલણ ખૂબ જ વધ્યું છે. સ્થિતિ એવી છે કે વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં દેશમાં રોજ એક અરબ યૂપીઆઈ પેમેન્ટ થઈ શકે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યૂપીઆઈ પેમેન્ટમાં વૃદ્ધિ થવાની સાથે આ સમય દરમિયાન ડિજિટલ લેનદેનમાં તેની ભાગીદારી ૯૦ ટકા પહોંચી છે. ૨૦૨૨-૨૩માં આ પ્રમાણ ૭૫ ટકા હતું.
ડિજિટલ પેમેન્ટમાં ક્રાંતિ લાવનાર યૂપીઆઈની મદદથી નાણાકીય લેનદેન વર્ષ ૨૦૨૭ સુધીમાં ૩૭૯ અરબના સ્તર સુધી પહોંચી જશે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ આંકડો ૮૩.૭૧ અરબ હતો. ભારતીય ડિજિટલ પેમેન્ટ વર્ષે ૫૦ ટકાના દરે આગળ વધી રહ્યું છે. ૨૦૨૭ સુધીમાં ડિજિટલ પેમેન્ટની સંખ્યા ૪૧૧ અરબના સ્તર પર પહોંચી જશે.
ક્રેડિટ કાર્ડથી પેમેન્ટમાં પણ વધારો જાેવા મળે છે. આવનારા વર્ષોમાં ક્રેડિટ કાર્ડથી લેનદેનની સંખ્યા ડેબિટ કાર્ડની સરખામણીએ વધી જશે. ક્રેડિટ કાર્ડની ફાળવણી પણ વર્ષે ૨૧ ટકા પહોંચી છે. આગામી પાંચ વર્ષમાં તેમાં વધારો થશે.
આ રીપોર્ટ અનુસાર યૂપીઆઈ પેમેન્ટની બાબતમાં ગ્રામ્ય વિસ્તારોએ શહેરી વિસ્તારોને પાછળ છોડી દીધા છે. ૨૦૨૨-૨૩ માં મૂલ્યની દ્રષ્ટિએ યૂપીઆઈ પેમેન્ટમાં ગ્રામ્ય વિસ્તારોની ભાગીદારી ૨૫ ટકા વધી છે. જ્યારે શહેરોની ભાગીદારી ૨૦ ટકા રહી છે.SS1MS