ગાંધીધામ-અમૃતસર ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેન શરૂ થઈ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ગાંધીધામ રેલવે સ્ટેશનથી તા. 6 મે 2023ના રોજ ટ્રેન નંબર 09461/09462 ગાંધીધામ-અમૃતસર સાપ્તાહિક ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેનને માનનીય અઘ્યક્ષા નગરપાલિકા,
ગાંધીધામ શ્રીમતી ઇશિતા તિલવાની દ્વારા શ્રી તેજાભાઇ અધ્યક્ષ GCCI અને અન્ય મહાનુભાવ નાગરિકોની હાજરીમાં પ્રસ્થાનની લીલી ઝંડી બતાવી શુભારંભ કરવામાં આવ્યો. અમદાવાદના મંડળ રેલ પ્રવક્તાએ જણાવ્યા અનુસાર ટ્રેનની વિગતો નીચે મુજબ છે :
ટ્રેન નંબર 09461/09462 ગાંધીધામ-અમૃતસર-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ (12 ફેરા) ટ્રેન નંબર 09461 ગાંધીધામ-અમૃતસર સ્પેશિયલ 26 મેથી 30 જૂન 2023 સુધી દર શુક્રવારે સવારે 06:30 વાગ્યે પ્રસ્થાન કર્યું અને શનિવારે બપોરે 12:35 વાગ્યે અમૃતસર પહોંચશે.
એ જ રીતે ટ્રેન નંબર 09462 અમૃતસર-ગાંધીધામ સ્પેશિયલ 27 મેથી 01 જુલાઇ 2023 સુધી દર શનિવારે અમૃતસરથી બપોરના 14:30 વાગ્યાથી પ્રસ્થાન કરી રવિવાર સાંજે 18:30 વાગ્યે ગાંધીધામ પહોંચશે. રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન સામાખ્યાલી, ધ્રાંગધ્રા, વિરમગામ, મહેસાણા, ભીલડી,
રાનીવાડા, મારવાડ ભીલમાળ, મોદરન, ઝાલોર, મોકલસર, સમદડી, લૂણી, જોધપુર, ગોટન, મેડતા રોડ, ડેગાના, છોટી ખાટૂ, ડીડવાણા, લાડનૂ, સુજાનગઢ, રતનગઢ, ચૂરુ, સાદુલપુર, હિસ્સાર, લુધિયાણા, જાલંધર અને વ્યાસ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ રહેશે.
આ પ્રસંગે આસિસ્ટન્ટ પરિવહન પ્રબંધક શ્રી જોયદીપ મોઇત્રા અને અન્ય રેલ અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા.