HKUP: હપ્પુનો આખો પરિવાર ગુનેગાર શાકાલને પકડવા હપ્પુને મદદ કરવાનું નક્કી કરે છે અને…
મુસીબતોં મેં ઘીરેંગે કિરદાર! -એન્ડટીવી પર દૂસરી મા, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈનાં પાત્રો આ સપ્તાહમાં મુશ્કેલીમાં મુકાતા જોવા મળશે.
એન્ડટીવી પર દૂસરી માની વાર્તા વિશે કૃષ્ણા કહે છે, “અશોક (મોહિત ડાગા)ને આલોક (પ્રતીક શુક્લ) થકી એવી જાણકારી મળે છે કે કૃષ્ણા (આયુધ ભાનુશાલી) જતો રહ્યો છે અને યશોદા (નેહા જોશી) ચિંતિત છે. તે પછો આવીને તેના પરિવારને મદદ કરવાનું નક્કી કરે છે, પરંતુ સાધુ દીક્ષાની વિધિ શરૂ કરી હોવાથી તે નિઃસહાય બને છે.
દરમિયાન કૃષ્ણા વરુણ (મિકી દુદાની)થી ભાગી જાય છે અને મદદ માટે યશોદાને કોલ કરે છે. જોકે મહુઆ (મનીષા અરોરા) તેનો કોલ ઉપાડે છે અને કૃષ્ણાને પકડી પાડવામાં આવે છે. કૃષ્ણાની શોધ દરમિયાન યશોદા અશોક અને આલોક સાથે ભટકાય છે.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની વાર્તા વિશે દરોગા હપ્પુ સિંહ કહે છે, “હપ્પુ (યોગેશ ત્રિપાઠી) હૃતિક (આર્યન પ્રજાપતિ), ચમચી (ઝારા વારસી) અને રણબીર (સોમ્યા આઝાદ)ને વેકેશન માટે થાઈલેન્ડ લઈ જવાનું નક્કી કરે છે. જોકે કમિશનર (કિશોર ભાનુશાલી) તેને રજા આપવાનો ઈનકાર કરે છે અને ગુનેગાર શાકાલની ધરપકડ કરવાનું કામ સોંપે છે.
આખો પરિવાર ગુનેગારને પકડવા હપ્પુને મદદ કરવાનું નક્કી કરે છે. હપ્પુ તેમને જણાવે છે કે શાકાલ ટકલુ છે, જેથી તેઓ કાનપુરના લગભગ બધા જ ટાલિયાઓને પકડી પાડે છે.”
ભાભીજી ઘર પર હૈની વાર્તા વિશે અંગૂરી કહે છે, “ખરાબ હવામાનની સ્થિતિને લીધે તિવારી (રોહિતાશ ગૌર), અંગૂરી (શુભાંગી અત્રે), અનિતા (વિદિશા શ્રીવાસ્તવ) અને વિભૂતિ (આસીફ શેખ) પાર્ટી ચાલતી હોય ત્યારે કોલેજમાં આશ્રય લેવા માગે છે.
બાલ મુકુંદ ઝાડેશ્વર, અનિતા અને વિભૂતિનો ક્લાસનો સાથી છે, જેણે તે જ કોલેજમાં આત્મહત્યા કરેલી હોય છે. તિવારીમાં બાલ મુકુંડ ઝાડેશ્વરનું ભૂત આવે છે અને મોડર્ન કોલોનીના બધા લોકોના વાળ ખરવાનું શરૂ થાય છે. તિવારી અંગૂરીને જણાવે છે કે તે બાલ મુકુંદ ઝાડેશ્વર છે.
અંગૂરી વિભૂતિ અને અનિતાને જાણ કરે છે, જે પછી તેઓ વાળ ખરવાને લીધે પ્રેમિકા તેમને છોડી ગયા પછી આત્મહત્યા કરનાર તેમનો ક્લાસમેટ તેમનો પણ સાથી હતો એ વાત તેમને યાદ આવે છે.”