Western Times News

Gujarati News

ગ્રામ પંચાયતનો ટ્રેકટર ડ્રાઈવર પાલિકાનો ભંગાર ચોરી ગયો

પ્રતિકાત્મક

રફાળેશ્વર નજીક ડમ્પિંગ સાઈટ ઉપરથી દોઢ ટન લોખંડનો ભંગાર ચોરી જવાના મામલે ફરિયાદ નોંધાઈ

મોરબી, મોરબી નગરપાલિકાની ડમ્પિંગ સાઈટમાંથી ભંગાર ચોરી થઈ હોવાની જાણ થતા જ પાલિકાના અધિકારીઓ દોડી ગયા હતા અને મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી અને ટ્રેકટર ચાલકને ઝડપી પાડયો હતો.

મોરબી નગરપાલિકામાં હેડ કલાર્ક તરીકે ફરજ બજાવતા ફરિયાદી કનૈયાલાલ જાદવજીભાઈ કાલરિયાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં રફાળેશ્વર ગામ પાસે, મોરબી નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ આવેલી છે જેનો ઉપયોગ મોરબી શહેરનો કચરો નાખવા માટે થાય છે.

નગરપાલિકા દ્વારા આ સાઈટ ઉપરથી ભંગાર ભરી પંચાસર રોડ પર આવેલા નંદીપરમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તા.રપના રોજ નિયમ અનુસાર આ ભંગારને ભરવા માટે જે.સી.બી.ના ડ્રાઈવર રહીશભાઈ જેડા પોતાનું જેસીબી લઈને આવ્યા હતા પરંતુ એ સમયે ભંગાર મળી આવ્યો ન હતો

જેથી તેમણે તુરંત કનૈયાલાલને આ બાબતે ફોન દ્વારા જાણકારી આપી હતી જેથી કનૈયાલાલ સહિતના લોકો ઘટના સ્થળે પહોચ્યા હતા તપાસ કરતા સામે આવ્યું હતું કે આ શેડમાંથી નાની મોટી ચેનલ નંગ.૩૦ તથા કેચી એંગલ નંગ૪૦ અને નાના-મોટા ગોળ પાઈપ નંગ-ર૧ એમ મળી કુલ દોઢ ટનનો ભંગાર જેની કિંમત આશરે રૂ.પર હજાર થાય છે

તે ઘટના સ્થળે મળી આવ્યો ન હતો. ડમ્પિંગ સાઈટ પર કામ કરતા માણસોની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ભંગારની ચોરી રવાપર ગ્રામ પંચાયતના ટ્રેકટરના ડ્રાઈવર મનુ વાસુનિયાએ કરી હતી અને તે જ આ ભંગાર ભરીને લઈ ગયો હતો જે મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આરોપી મનુભાઈ વાસીનિયાને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.